Site icon Revoi.in

કોરોનાની જંગમાં રસીકરણ બાબતે યુવાઓનો ઉત્સાહ- અત્યાર સુધી 3 કરોડથી વધુ યુવાઓ એ લીધો પ્રથમ ડોઝ

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે વિતેલા વર્ષના જાન્યુઆરી મહિનાથી લોકોને વેક્સિન આપવાનું શરુ થયું ત્યાર બાદ ઓમિક્રોનનો કહેર અને ત્રીજી લહેર વચ્ચે પીએમ મોદી એ 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના યુવાઓને લઈને વેક્સિનેશન આપવાની પ્રકિરિયા ચાલુ કરાવી ત્યારે મોટા પ્રમાણમાં યુવાઓ વેક્સિન લઈ રહ્યા છે અને રસીકરણને જોરદાર વેગ મળી રહ્યો છે.

આ વર્ષે 3 જાન્યુઆરીથી દેશમાં યુવાનોનું રસીકરણ શરૂ થયું છે. આ માટે 1 જાન્યુઆરીથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. હાલમાં, માત્ર 15 થી 18 વર્ષની વયના કિશોરોને જ કોરોનાની રસી આપવામાં આવી રહી મછે. દેશના યુવાનોને માત્ર ભારત બાયોટેક દ્વારા બનાવેલી રસી અપાઈ રહી છે છે.

આ સાથએ જ 3 જાન્યુઆરીથી શરૂ થયેલ 15 થી 18 વર્ષની વયજૂથના કિશોરોનું રસીકરણ સફળ સાબિત થઈ રહ્યું છે. માત્ર 10 દિવસમાં દેશની અંદર 3 કરોડથી વધુ કિશોરોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આ મામલે  જાણકારી આપી હતી

કેન્દ્રીય મંત્રીએ ટ્વિટ કરીને લખ્યું કે કર્યું, ‘યુવા ભારતે દેખાડી જવાબદારી અને ઉત્સાહની ભાવના, 15 થી 18 વર્ષની વય જૂથના 3 કરોડથી વધુ યુવાનોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. હું મારા તમામ યુવા મિત્રોને વહેલામાં વહેલી તકે રસીકરણ કરાવવા અપીલ કરું છું.