- ગુજરાતના લોકોમાં પોલીસ બનવાનો ઉત્સાહ
- 10 હજાર જેટલી જગ્યા માટે સવા નવ લાખ ફોર્મ
- પરીક્ષા અઘરી રહેવાની શક્યતા
ગુજરાત સરકાર દ્વારા થોડા સમય પહેલા જ 10,459 એલ.આર.ડી (લોક રક્ષક દળ)ની સીધી ભરતીની જાહેરાત કરવામાં આવી હતી, આ ભરતી માટે સવા સવા નવ લાખ જેટલા લોકોએ અરજી કરી છે. અને આગળ જતા આ આંકડો વધી શકે તેવી સંભાવના છે. જાણકારી અનુસાર 9 નવેમ્બર સુધી લોકો આ ભરતી માટે ફોર્મ ભરી શકે છે.
લોકરક્ષક દળ ભરતી મામલેએ.ડી.જી.પી. હસમુખ પટેલે જણાવ્યું હતું 25 ઓક્ટોબર સુધીમાં સવા લાખ અરજીઓ આવી છે. જેમાં બિન હથિયારધારી કોન્સ્ટેબલની 5,212 જગ્યા માટે ભરતી થશે. જ્યારે હથિયારધારી કોન્સ્ટેબલની 797 જગ્યા,SRP કોન્સ્ટેબલની 4,450 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જયારે SRPસિવાયની બંને કેટેગરીમાં મહિલાઓ માટે 1,983 જગ્યા અનામત રાખવામાં આવી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજયમાં બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર, ઈન્ટેલીજન્સ ઓફિસર, બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેકનીકલ સંવર્ગોના પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ટેકનીકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષક દળની મળીને 27,847 જગ્યાઓ માટે ભરતીનુ આયોજન આગામી 100 દિવસમાં કરાશે.
વધુ જાણકારી અનુસાર લોકરક્ષક દળની ભરતી દસ્તાવેજ ચકાસણી સમયે કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું સર્ટિફિકેટ બતાવવાનું રહેશે. જેમાં ધોરણ 10 અને 12 માં કોમ્પ્યુટર વિષય સાથે પરિક્ષા પાસ કરી હશે તેને સર્ટિફિકેટની જરૂર નથી. આ માટે લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ફકત ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.. લોકરક્ષક ભરતી અંગેની વિગતવારની તમામ સુચનાઓ ojas.gujarat.gov.in વેબસાઇટ ઉપર પણ અપલોડ કરવામાં આવી છે.