દિલ્હી – સંસદના શિયાળુ સત્રનો આજથી આરંભ થઈ રહ્યો છે વિતેલા દિવસે 4 રાજ્યોની વિધાન સભ્યની ચુંટણીના પરિણામો જાહેર થાય જેમાં ભારતીય જનતા પાર્ટી એ 3 રાજ્યમાં ભારે જીત મેળવી છે આ સાથે જ આજે મિઝોરમમાં ચુંટણીનું પરિણામ જાહેર થવાનું છે સાથે આજથી શરૂ થતાં શિયાળુ સત્ર પેહલા પીએમ મોડી એ 4 રાજ્યોના પરિણામોને લઈને પોતાનું નિવેદન આપ્યું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે શિયાળુ સત્ર 2023ની શરૂઆત પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદોને અપીલ કરી છે કે તેઓ સકારાત્મક ઉર્જા સાથે સંસદમાં આવે અને લોકશાહીના મંદિરને રાજકારણનું પ્લેટફોર્મ ન બનાવે.
આ સાથે જ પીએમ મોડી એ એમ પણ કહ્યું કેદેશમાં ઠંડી ધીમે ધીમે વધી રહી છે, પરંતુ રાજકીય ગરમી ઝડપથી વધી રહી છે. ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો ઉત્સાહજનક છે. આ એવા પરિણામો છે જે દેશનું ભવિષ્ય સુનિશ્ચિત કરશે. સારા જનાદેશ બાદ અમે સંસદ મંદિરમાં મળી રહ્યા છીએ. હું તમામ સાંસદોને સકારાત્મક વિચારો સાથે સંસદમાં આવવા અપીલ કરું છું. બાહ્ય હારનો ગુસ્સો સંસદમાં ન લાવવો. લોકશાહીના મંદિરને સ્ટેજ ન બનાવો. દેશને સકારાત્મકતાનો સંદેશ આપો.