- મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કરી જાહેરાત
- દિલ્હીમાં ટૂંક સમયમાં થશે નર્સરી એડમિશન પ્રકિયા
- કોરોનાને કારણે થયો હતો વિલંબ
દિલ્હીમાં નર્સરી એડમિશનની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, અમે નર્સરી એડમિશન ખોલવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરીશું. દિલ્હીમાં સામાન્ય રીતે ડીસેમ્બરના અંતમાં નર્સરી એડમિશનની પ્રક્રિયા શરૂ થાય છે, પરંતુ આ વખતે કોરોનાને કારણે પ્રક્રિયા હજી શરૂ થઈ નથી.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે આજે ખાનગી શાળાઓના આચાર્યની બેઠક મળી હતી. જેમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. અને આના પર મુખ્યમંત્રી કેજરીવાલે નર્સરી એડમિશન પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવાની ખાતરી આપી હતી.
તેમણે કહ્યું કે, સરકાર તરીકે અમારી જવાબદારી છે કે, કોઈ પણ બાળક અને વાલી સાથે અન્યાય ન થાય. ખાનગી શાળાને શાળા ચલાવવાની મંજૂરી છે, અમે ખાનગી શાળાને અમારા ભાગીદાર માનીએ છીએ. બધા બાળકો શાળાએ પાછા ફરવાના હતા, પરંતુ માતા-પિતા ચિંતિત છે. શાળા ખોલવાનો અનુભવ ઘણા દેશોમાં સારો રહ્યો નથી. કોઈ માતાપિતા ઇચ્છતા નથી કે તેમનું બાળક કોરોના પોઝીટીવ થઇ જાય.
વધુમાં જણાવ્યું કે, હવે જ્યારે વેક્સીન આવી ગઈ છે, ત્યારે કેટલાક વર્ગો માટે શાળાઓ ખોલવામાં આવી છે. નર્સરી એડમિશન ખોલવાની માંગ કરવામાં આવી હતી. નર્સરી એડમિશન ખોલવાની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવામાં આવશે. આ વખતે કોરોનાને કારણે વિલંબ થયો હતો, પરંતુ હવે નર્સરી એડમિશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
-દેવાંશી