Site icon Revoi.in

તાજમહેલ, કુતુબમિનાર સહિત દેશના તમામ સંરક્ષિત સ્મારકોમાં 5 થી 15 ઓગસ્ટ સુધી એન્ટ્રી ફ્રી,મોદી સરકારનો મોટો નિર્ણય

Social Share

દિલ્હી:સ્વતંત્રતાના અમૃત પર્વની ઉજવણી કરી રહેલી કેન્દ્ર સરકારે બુધવારે એટલે આજે એક મોટી જાહેરાત કરી છે.તેણે 10 દિવસ માટે દેશભરના તમામ સંરક્ષિત સ્મારકો અને પ્રવાસન સ્થળોમાં એન્ટ્રી ફ્રી કરી દીધી છે.

કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી જી કિશન રેડ્ડીએ ASI ના આદેશને ટ્વિટ કરીને માહિતી આપી હતી કે અમૃત મહોત્સવ અને 76મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ રૂપે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) એ 5 થી 15 ઓગસ્ટ સુધી સમગ્ર દેશમાં તેના તમામ સંરક્ષિત સ્મારકો/સ્થળોમાં પ્રવાસીઓ માટે એન્ટ્રી મફત કરી દીધી છે.

દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર ભાજપે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમનું આયોજન કરવાની જાહેરાત કરી છે.ભાજપ 9 થી 15 ઓગસ્ટ સુધી દરેક ઘરે ત્રિરંગા કાર્યક્રમનું આયોજન કરશે.

અભિયાન અંતર્ગત 9 ઓગસ્ટથી 11 ઓગસ્ટ સુધી દેશના દરેક ભાગમાં તિરંગા યાત્રા કાઢીને દેશભક્તિનો માહોલ ઉભો કરવામાં આવશે.આ સાથે હાટ-બજાર અને જાહેર સ્થળોએ હોર્ડિંગ્સ લગાવવાની પણ યોજના છે.પાર્ટીનું લક્ષ્ય છે કે,20 કરોડથી વધુ પરિવારો તિરંગો ફરકાવે.