Site icon Revoi.in

કોરોના: મુંબઈના મશહૂર સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પાબંધી

Social Share

મુંબઈ: દેશમાં કોરોનાએ ફરી માથું ઊંચકયુ છે.અને કોરોના વાયરસના કેસ દિનપ્રતિદિન વધતા જ જાય છે.મહારાષ્ટ્ર,કેરળ સહિત દેશના પાંચ રાજ્યોમાં વધી રહેલા કોરોના કેસોએ ફરી એકવાર દેશની ચિંતા વધારી દીધી છે. મહારાષ્ટ્રમાં કોરોના સૌથી ઝડપથી ફેલાય રહ્યો છે. સંક્રમણના સંદર્ભમાં મહારાષ્ટ્રની સરેરાશ રાષ્ટ્રીય સરેરાશ કરતા ઘણી વધારે છે.

મહારાષ્ટ્રમાં અચાનક વધી રહેલા કેસોને કારણે દેશમાં ફરી એકવાર કોરોનાનું જોખમ વધી રહ્યું છે. તેના પુરાવા છેલ્લાં સાત દિવસમાં આવેલા કોરોના કેસ વિશે જણાવી રહ્યાં છે.હાલમાં જ મહારાષ્ટ્રના સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લાગવવામાં આવ્યો છે.

ન્યુઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ અનુસાર ભક્તો માટે આ પ્રતિબંધ 2 માર્ચ સુધી થનારા ગણેશ અંગારકી ચતુર્થીના દિવસે રહેશે. 2 માર્ચે મંદિરમાં કોઈ પણ પ્રકારના ઓફલાઈન દર્શનની મંજૂરી આપવામાં આવશે નહીં. ગણેશ અંગારકી ચતુર્થીના દિવસે ફક્ત પહેલાથી જારી થયેલા ક્યૂઆર કોડના માધ્યમથી સવારે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી દર્શનની પરવાનગી રહેશે.

મુંબઈમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થતો જાય છે. 24 કલાકમાં 1,167 કેસ સામે આવ્યા છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગે આ અંગે માહિતી આપી છે. સમગ્ર મહારાષ્ટ્રમાં 8,807 કેસ સામે આવ્યા છે.