દિલ્હીઃ દક્ષિણ ચીન સાગરને લઈને દુનિયાના અનેક દેશો સાથે ચીનના સંબંધ તણાવપૂર્વક છે. આ દરમિયાન દક્ષિણ ચીન સાગરમાં અમેરિકાના જહાજોએ પ્રવેશ કરતા ચીન હચમચી ગયું છે અને ચીનના જહાજોએ લાઈવ ફાયર ડ્રિલ કરી હતી.
અમેરિકાના યુએસએસ માકિન આઈલેન્ડ અને યુએસએસ સોમરસેટ દક્ષિણ ચીન સાગરમાં પ્રવેશ્યા હોવાનું જાણવા મળે છે. એસ.સી.એસ.પી.આઈ પેઈચિંગ આધારિત થિંક ટેન્ક છે જે દક્ષિણી ચીન સાગરમાં પશ્ચિમિ સેનાની તમામ મુવમેન્ટ ઉપર નજર રાખે છે. એક ગ્રાફિક્સ તૈયાર કરવામાં આવ્યું છે. જે અનુસાર એક હજાજ તાઈવારથી દક્ષિણ અને બીજુ ફિલીર્પીસ તરફથી આવ્યાનું જાણવા મળે છે. જે બાદ ચીન દ્વારા લાઈન ફાયર અભ્યાસ કરવામાં આવ્યો છે. આ ડ્રીલનું પહેલા કોઈ આયોજન કરવામાં આવ્યું ન હતું. પરંતુ અમેરિકન જહાજની એન્ટ્રીને કારણે ડ્રીલ કરાઈ હોવાનું જાણવા મળે છે. ડ્રીલમાં લાંબા અંતરના હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમજ અનેક જહાજોએ ભાગ લીધો હતો. આ ડ્રીલમાં દુશ્મન દેશના ડમી જહાજ ઉડાવવામાં આવ્યા હતા.
દક્ષિણ ચીન સાગરમાં ચીનના દાવાએ અમેરિકા સહિતના પશ્ચિમિ દેશો ફગાવતા આવ્યાં છે. તેમજ અવાર-નવાર અહીં પોતાના જહાજો મોલવામાં આવે છે. જેથી ચીન પોતાની તાકાત બતાવીને ડરાવવાનો પ્રયાસ કરે છે.