- ભારતમાં પણ ઓમિક્રોનના નવા XBB સબ-વેરિઅન્ટેની પણ એન્ટ્રી
- અત્યાર સુધી 4 રાજ્યોમાં 71 કેસ સામે આવ્યા
દિલ્હીઃ- દેશભરમાં એક તરફ કોરોનાનો કેસો 3 હજારથી 5 હજારની વચ્ચે નોંધાઈ રહ્યા છે તો બીજી તરફ હવે એમિક્રોન બાત તેના સબવેરિએન્ટના કેસો પણ નોઁધાયા છે.જેણે ફરી એક વખત લોકોની ચિંતામાં વધારો કર્યો છે.
ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના નવા XBB સબ-વેરિયન્ટના 71 કેસ સામે આવી ચૂક્યા છે.પ્રાપ્ત વિગત પ્રમાણે મહારાષ્ટ્રે ગુરુવારે XBB સબ-વેરિઅન્ટના 5 કેસ નોંધાયા છે,અગાઉ, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને તમિલનાડુમાં આ પેટા વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે. છેલ્લા 15-દિવસમાં, ઓડિશામાં 33 કેસ નોંધાયા છે, ત્યારબાદ બંગાળમાં 17 અને તમિલનાડુમાં 16 કેસ નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે XBB ઓમિક્રોનના BA.2.75 અને BJ.1 વેરિઅન્ટના સંયોજનથી બનેલું છે. તે પહેલીવાર ઓગસ્ટમાં સિંગાપોર અને યુએસમાં મળી આવ્યો હતો.
મીડિયા રિપોર્ટ પ્રમાણે સિંગાપોરમાં કોરોના વાયરસના સંક્રમણના કેસોમાં વધારો નોંધાયો છે. જો કે, ત્યાંના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધી એવા કોઈ પુરાવા મળ્યા નથી કે XBB સબ-વેરિઅન્ટના પરિણામો ગંભીર છે.
WHO એ ઓમિક્રોનને ‘ચિંતાનો પ્રકાર’ તરીકે લેબલ કર્યું હોવાથી, તેના વંશ અને બીજી પેઢીના પ્રકારોને સમાન રીતે ગણવામાં આવે છે. ભારતમાં, જિનોમ સિક્વન્સિંગ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકોના મતે, દેશના નવા ચેપમાંથી લગભગ 88 ટકા BA.2.75 વેરિઅન્ટને કારણે હતા, જ્યારે XBB પેટા-વેરિઅન્ટનો હિસ્સો કુલ નવા કેસોમાં માત્ર 7 ટકા હતો.