Site icon Revoi.in

રાહુલ ગાંઘીની ભારત જોડો યાત્રા દિલ્હી આવી પહોંચી –  કહ્યું ‘નફરતની બજારમાં પ્રેમની દુકાન ખોલવા આવ્યો છું’

Social Share

દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે ત્યારે હવે આ યાત્રા દેશની રાજધાની દિલ્હી આવી પહોંચી છે. રાહુલ ગાંધી પોતે આ યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. ભારત જોડો યાત્રાના દિલ્હી પગપાળા પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે હું નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલવા આવ્યો છું તમે પણ તમારા પ્રેમની નાની દુકાન ખોલો.દિલ્હીના ઓટો એસોસિએશનના લોકો સવારથી રાહુલની મુલાકાતમાં જોડાઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે તેમને રાહુલ ગાંધી પાસેથી આશા છે અને તેઓ તેમની સમસ્યાઓ હલ કરશે.

આ સાથે રાહુલ ગાંઘીએ  એમ પણ કહ્યું કે કેટલાક કરેલા લોકો નફરત ફેલાવી રહ્યા છે. ગરીબો, ખેડૂતો બધા હાથ પકડીને ચાલે છે. અમે 3000 કિલોમીટરથી વધુનું અંતર કવર કર્યું છે. અહી યાત્રામાં કોઈ ઘર્મ પૂછવામાં આવ્યો ન હતો.

ત્રણ હજાર કિલોમીટરનું અંતર કાપ્યા બાદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા શનિવારે સવારે બદરપુર બોર્ડરથી દિલ્હીમાં પ્રવેશી હતી. રાહુલનો કાફલો ઈન્ડિયા ગેટ પાસેથી પણ પસાર થશે. દિલ્હીના સાત સંસદીય મતવિસ્તારોમાં અલગ-અલગ હોલ્ટ રહેશે. પાર્ટીના ટોચના નેતાઓ, કલાકારો, ખેલાડીઓ, યુવાનોની સાથે તમામ વર્ગ અને સમુદાયના લોકો અને પાર્ટીના હજારો કાર્યકરો પણ યાત્રામાં ભાગ લેવા પહોંચી રહ્યા છે.