Site icon Revoi.in

ઠંડીની વચ્ચે પ્રદૂષણમાં વધારો,દિલ્હીમાં આ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ 

Social Share

દિલ્હી:રાજધાની દિલ્હીમાં ઠંડીનું ટોચર લોકોની અગ્નિ પરીક્ષા તો લઈ રહ્યું છે, તેની સાથે ખરાબ હવાએ પણ પરિસ્થિતિને બેકાબૂ બનાવવાનું કામ કર્યું છે.આ જ કારણસર આ સમયે GRAPનો ત્રીજો સ્ટેજ દિલ્હીમાં બહાર પાડવામાં આવ્યો છે.તે જ સમયે, 10-12 જાન્યુઆરી સુધી, BS-III પેટ્રોલ, BS-IV ડીઝલ 4-વ્હીલર ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

હાલમાં દિલ્હીમાં પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં ચાલી રહ્યું છે, ઠંડીના કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે.તેને જોતા છેલ્લા કેટલાક સમયથી GRAPનો ત્રીજો તબક્કો અમલમાં મુકાયો છે.ત્રીજા તબક્કા હેઠળના પ્રતિબંધોમાં દિલ્હી-નેશનલ કેપિટલ રિજન (NCR)માં બિન-આવશ્યક બાંધકામ અને ડિમોલિશન, સ્ટોન ક્રશર અને ખાણકામની પ્રવૃત્તિઓ બંધ કરવાનો સમાવેશ થાય છે.હવે આ નિયંત્રણો ક્યાં સુધી લાગુ રહેશે, તે સ્પષ્ટ નથી.

હવે આ સમયે દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ વિનાશક બનવા જઈ રહી છે, તેની સાથે જ ઠંડીનો હુમલો પણ જોરદાર છે.સ્કાયમેટ અનુસાર, આગામી 24 કલાક દરમિયાન ગંગાના મેદાનોમાં ગાઢ ધુમ્મસ ચાલુ રહી શકે છે.હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં તીવ્ર ઠંડીની લહેર ચાલુ રહેવાની ધારણા છે. હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના ભાગોમાં ઠંડા દિવસની સ્થિતિ યથાવત રહી શકે છે. દિલ્હીમાં શિયાળાનો માહોલ છે, જ્યારે રાજસ્થાન, પંજાબ અને જમ્મુ-કાશ્મીર પણ હાડથીજાવતી ઠંડીનો સામનો કરી રહ્યા છે.રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઈનસ 6 ડિગ્રી સુધી ગગડી ગયો છે. બીજી તરફ આગામી 2 દિવસમાં ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, પશ્ચિમ બંગાળ, બિહારમાં ફરીથી ઠંડીનું મોજું ફરી વળશે.જેના કારણે તાપમાનમાં વધુ ઘટાડો થવાની આશંકા છે.