- કર્ણાટકમાં ઝિકા વાયરસે આપી દસ્તક
- 5 વર્ષની બાળકી સંક્રમિત
દિલ્હીઃ- કોરોના બાદ ઝિકા વાયરસે કહેર મચાવ્યો હતો દેશના ઘણા રાજ્યોમાં આ વાયરસ મળી આવ્યો હતો ત્યારે ફીરી એક વખત કર્ણાટક રાજ્યમાં ઝિકા વાયરસે દસ્તક આપી છે જાણાકારી પ્રમાણે 5 વરષની એક બાળકી વાયરસની ઝપેટમાં આવી ચૂકી છે.
રાજ્યના આરોગ્ય મંત્રી કે. સુધાકરે કહ્યું કે પાંચ વર્ષની બાળકીને ઝીકા વાયરસનો ચેપ લાગ્યો તે પછી તેને સાવચેતીનાં પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે.આરોગ્ય મંત્રીએ આપેલી જાણકારી અનુસાર જિલ્લાની પાંચ વર્ષની બાળકીમાં રાજ્યમાં ઝિકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે.મંત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે, અને માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે.
તેમણે માહિતચી આપી છે કે ઝીકા વાયરસના કન્ફર્મ કેસ વિશે પુણેથી લેબ રિપોર્ટ મળ્યો છે. 5 ડિસેમ્બરે, તેના પર પ્રક્રિયા કરવામાં આવી હતી અને 8 ડિસેમ્બરે રિપોર્ટ કરવામાં આવ્યો હતો. ત્રણ નમૂના મોકલવામાં આવ્યા હતા જેમાંથી બે નેગેટિવ અને એક પોઝિટિવ હતો,ઉલ્લેખનીય છે કેથોડા મહિના પહેલા કેરળ, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ઝિકા વાયરસના કેસ જોવા મળ્યા હતા.આ વાયરસ ઝિકા એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે, જે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા ચેપને પ્રસારિત કરવા માટે પણ ઓળખાય છે.