Site icon Revoi.in

ઈજિપ્તમાં આવતી કાલથી COP-27 સમ્મેલન – પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે

Social Share

દિલ્હીઃ- ઇજિપ્તમાં યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જની કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ (COP)ની 27મી આવૃત્તિ આવતી કાલથી યોજાનાર છે,  6 થી 18 નવેમ્બર સુધી શર્મ અલ-શેખમાં યોજાનારી સંયુક્ત રાષ્ટ્ર ફ્રેમવર્ક કન્વેન્શનની  27મી આવૃત્તિમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ  કરશે.  જેઓ નાણા પરની સ્થાયી સમિતિ વિવિધ વ્યાખ્યાઓ પર અહેવાલ રજૂ કરશે. 

વિતેલા દિવસે ભારતે કહ્યું કે વિકસિત દેશો વિકાસશીલ દેશોને દર વર્ષે $100 બિલિયન ક્લાઇમેટ ફાઇનાન્સ આપવાનું વચન પૂરું કરી રહ્યાં નથી. COP માં, કેટલાક વિકસિત દેશો પણ વિકાસશીલ દેશોમાં આબોહવાની ક્રિયા માટે દર વર્ષે US $ 100 બિલિયનના મુદ્દાને મજબૂત રીતે ઉઠાવવામાં ભારતને ટેકો આપશે.આ સાથે જ  ભારતે નવા આબોહવા લક્ષ્યોને પૂર્ણ કરવા માટે પૂરતા સંસાધનોની માંગ કરી છે.

કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ કહ્યું હતું કે , ‘COP27 ક્લાઈમેટ ફાઇનાન્સ, ટેક્નોલોજી ટ્રાન્સફર અને ક્ષમતા નિર્માણના મામલામાં કાર્યવાહી માટે COP હોવી જોઈએ. આ અમારો સર્વગ્રાહી અભિગમ છે. ભારત તેને ક્લાયમેટ ફાઇનાન્સ તરીકે ઓળખવામાં આવે છે તેના પર સ્પષ્ટતા માંગશે – પછી તે અનુદાન, લોન અથવા સબસિડી હોય. જાહેર અને ખાનગી નાણાંને અલગ પાડવું જોઈએ. કોન્ફરન્સમાં આ મુદ્દાઓને ભારપૂર્વક ઉઠાવવામાં આવશે.

આવતી કાલથઈ યોજાનાર આ કોન્ફોરન્સમાં  યુએસ પ્રમુખ જો બિડેન, યુકેના વડાપ્રધાન ઋષિ સુનક અને 100 થી વધુ રાજ્ય/સરકારના વડાઓ ભાગ લે તેવી અપેક્ષાઓસેવાઈ રહી છે.