1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ધૂડસર અભ્યારણ્યમાં બેરોકટોક ચાલતા ખોદકામ સામે પર્યાવરણવિદોએ વન વિભાગને કરી રજુઆત
ધૂડસર અભ્યારણ્યમાં બેરોકટોક ચાલતા ખોદકામ સામે પર્યાવરણવિદોએ વન વિભાગને કરી રજુઆત

ધૂડસર અભ્યારણ્યમાં બેરોકટોક ચાલતા ખોદકામ સામે પર્યાવરણવિદોએ વન વિભાગને કરી રજુઆત

0
Social Share

મોરબીઃ કચ્છનું નાનું રણ ઘુડખર અભયારણ્ય તરીકે રક્ષિત છે. અનેક પ્રવાસીઓ ઘુડસરને નિહાળવા માટે આવતા હોય છે. આ વિસ્તારમાં મીઠાના અગરો પણ આવેલા છે. ત્યારે હળવદ ઘુડખર અભયારણ્યની કાંધીમાં આવેલા મંદરકી અને વેણાસર ગામની વચ્ચે સાગરતળાવની ઉત્તર દિશા તરફ વણખોદાયેલો રક્ષિત અભયારણ્યનો આ વિસ્તાર બેરોકટોક ખોદકામ ચાલી રહ્યુ છે. આ વિસ્તારમાં મોટાપાયે મીઠા ઉત્પાદન કરવાના હેતુથી ભૂમાફિયાઓ દ્વારા આ વિસ્તારમાં હજારો એકર જમીન પર ગેરકાયદેસર કબ્જો કરાયો હોવાની પર્યાવરણપ્રેમી દ્વારા વન વિભાગને રજૂઆત કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ  કચ્છનું નાનું રણ ઘુડખર અભયારણ્ય તરીકે રક્ષિત છે. પરંતુ હાલ આ રક્ષિત અભયારણ્યમાં મોટી સંખ્યામા હિટાચી, જેસીબીથી નવા અગરોનું કામ ભૂમાફિયાઓ દ્વારા ધમધોકાર ચાલી રહ્યું છે. રક્ષિત અભયારણ્ય  સરકારની માલિકીનો વિસ્તાર હોવાથી તેમજ અભ્યારણ્યના વન્ય પ્રાણીઓ માટેનું અંતિમ પડાવ સ્થાન હોઈ ઘુડખર અભ્યારણ્યમાં વસવાટ કરતા અસંખ્ય વન્ય જીવોંના ખલેલ રૂપ પ્રવૃતિ અભ્યારણ્યમાં ગેરકાયદેસર થતી પ્રવુતિઓને તાત્કાલિક અસરથી રોકવી અત્યત જરૂરી છે. કહેવાય છે કે, વન્ય જીવોને આવા ગેરકાયદેસર દબાણોથી ખલેલ પહોંચી રહી છે. અભયારણ્યના અતિ દુર્લભ એવા ઘુડખર જેવા વન્ય જીવો માટે આ અતિ સંવેદનશીલ વિસ્તાર છે. જેમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃતિને તાત્કાલિક અસરથી અટકાવવી એ અત્યંત જરૂરી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ઘુડખર અભયારણ્યના જવાબદાર અધિકારીઓ આગામી દિવસોમાં આ ગેરકાયદેસર બાંધકામ પ્રવૃત્તિ અને હીટાચી જેવા સાધનોથી થતી ખોદકામની બેફામ પ્રવુતિઓ પર રોક નહી લગાવે તો વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 55(સી) હેઠળ બનતા શિક્ષાત્મક જોગવાઈ મુજબ આ ગુના સબંધે પર્યાવરણ પ્રેમીઓ અને વાઈલ્ડ લાઈફ લવર્સ દ્વારા હળવદના જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ (ફર્સ્ટક્લાસ) કોર્ટ સમક્ષ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવશે આ અંગે ધ્રાંગધ્રાના પર્યાવરણ પ્રેમીએ રજૂઆત કરી છે કે, વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-1972 અન્વયે ગુજરાત રાજ્યમાં બીજા રાજ્યોની સરખામણીએ વનવિસ્તાર ઓછો હોવા છતાં, જૈવિક વિવિધતાથી સમૃદ્ધ છે. વૈવિધ્ય સભર વન્યજીવો સમગ્ર સજીવ સૃષ્ટિનું અભિન્ન અંગ છે. વન્યજીવોના સંરક્ષણ માટે ભારત સરકારે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-1972 અમલમાં મુકેલો અને ત્યારબાદ 1991માં સુધારો કરી વન્યજીવના રક્ષણ માટે ભારે શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે.વન્યજીવ સંરક્ષણ માટેની જોગવાઈઓ વધુ અસરકારક બનાવવા અને છટકબારીઓ દૂર કરવા ફરી 2002-2006 સુધીમાં અનેક સુધારાઓ કરવામાં આવેલા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, કચ્છના નાના રણનો ખુલ્લો મેદાની વિસ્તાર ઉપરાંત અહીંના વિશિષ્ટ ઘાસિયા મેદાનો, નિરવ શાંતિ ઉપરાંત શરમાળ સ્વભાવ હોઈ રણની વિષમ પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધીને સમગ્ર વિશ્વમાં માત્ર આ જ વિસ્તારમાં જોવા મળતું અમૂલ્ય એવું ઘુડખર જે “એશિયનટીક વાઇલ્ડએસ”ના નામથી પણ ઓળખાય છે, જેને વર્ષ 2009થી IUCN દ્વારા “રેડ કેટેગરીમાં” સમાવિષ્ટ કરેલા છે. આ ઉપરાંત કચ્છનું નાનું રણ વિશાળ ખારી સમતળ જમીન અને સિઝનલ વેટલેન્ડનું અનોખું સંયોજન હોવાથી સમગ્ર વિસ્તારને “યુનેસ્કો”દ્વારા તારીખ 29/10/2008ના રોજ “કચ્છ બાયોસ્ફિયર રીઝર્વ” તરીકે જાહેર કરવામાં આવેલુ છે. જે ભારતના કુલ 18 જેટલા બાયોસ્ફિયર રિઝર્વમાંથી ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું છે.સ્વર્ગ સમાન ઘુડખર અભયારણ્ય વિસ્તારમાં યુરોપિયન દેશોમાં બરફ વર્ષા થતી હોવાથી લાખોની સંખ્યામાં વિદેશી અને ભારતીય પ્રવાસી પક્ષીઓ અને કેટલીક લુપ્ત થતી પ્રજાતિઓના પક્ષીઓ માટે આ વિસ્તારમાં સ્વર્ગ સમાન છે. તેમજ પ્રજનન કાર્ય પણ આ જ વિસ્તારમાં કરતા હોય છે. આ રોમાંચક નજારો જોવા દેશ વિદેશના અનેક પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લેતા હોય છે. ત્યારે વન વિભાગે ગેરકાયદે ખોદકામ સામે પગલા લેવા જોઈએ તેવી માગ ઊઠી છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code