EPFOએ આપી વધુ એક સુવિધા, આ કારણો માટે હવે 2 થી 3 દિવસમાંજ પૈસા થઇ જશે ખાતામાં જમા
જે લોકો નોકરી કરે છે તેમના માટે એક ખુશ ખબર સામે આવી છે. ભવિષ્ય નિધિ સંગઠને (EPFO) ઓટો ક્લેમ સુવિધા લોન્ચ કરી છે. જેમાં શિક્ષા, લગ્ન, મકાન અને બીમારી માટે આ સુવિધા લોન્ચ કરાઈ છે. સાથે તેની લિમિટ પણ 50 હજારથી વધારીને 1 લાખ રૂપિયા સુધીની કરી નાખી છે. આના કારણે હવે બીમારીમાં કે શિક્ષા, લગ્ન, મકાન જેવાના કામે બે ત્રણ દિવસમાં જ એડવાન્સ તમારા ખાતામાં પોંહચી જશે.
ઓટો ક્લેમમાં તમે કોઈ પણ માનવીય હસ્તક્ષેપ વગર આઇટી સિસ્ટમ હેઠળ પૈસા મેળવી શકશો. જેમાં KYC,પાત્રતા, બેંક વેલિડેશન દ્વારા કરાતું ક્લેમ આઇટી ટુલ્સના મારફતે ઓટોમેટિક રીતે પ્રોસેસ થશે. જે પેહલા ક્લેમની રકમ ખાતામાં આવતા 15 દિવસ જેટલો સમય લાગતો તેની જગ્યાએ માત્ર 3-4 દિવસ જ લાગશે.
ભારતના શ્રમ મંત્રાલયે સોમવારે માહિતી આપતા એમ પણ જણાવ્યું હત કે, એડવાન્સ માટે ક્લેમનું સેટલમેન્ટ આઇટી સિસ્ટમથી નહીં થાય તો તેને રિટર્ન કે રિજેક્ટ કરવામાં નહીં આવે. પરંતુ તેને બીજા લેવલ પર સ્ક્રૂટની અને એપ્રૂવલ માટે સેટલ કરાશે. જેથી EPFO મેમ્બર શોર્ટ ટાઇમમાં મેરેજ, હાઉસિંગ, બીમારી કે શિક્ષા માટે ઓટો ક્લેમ મારફતે 1 લાખ જેટલું એડવાન્સ ક્લેમ કરી શકશે.
ઉલ્લેખનિય છે કે, EPFOએ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન 4.5 કરોડ ક્લેમને શોર્ટ આઉટ કર્યા હતા. તેમાંથી 2.84 કરોડ એડવાન્સ ક્લેમ હતા. 2023-24ના નાણાકીય વર્ષમાં જેટલા પણ એડવાન્સ ક્લેમ સેટલ કરાયા તેમાં 89.52 લાખ ક્લેમને ઓટો મોડ પર સેટલ કરાયા હતા. આ ઓટો ક્લેમ સુવિધાને EPF સ્કિમ 1952ની 68k અને 68b હેઠળ એક્સટેન્ડ કરાઈ છે.