Site icon Revoi.in

ઓમિક્રોનને લઈને તંત્ર સજ્જઃ ગુજરાત-મહારાષ્ટ્રની સીમાએ આરોગ્ય ટીમ અને પોલીસ દળ દ્વારા મુસાફરોનું ચેકિંગ

Social Share

અમદાવાદઃ સમગ્ર દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો કહેર વર્તાઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ ઓ વેરિએન્ટનો કેસ નોંધાયો છે જેને લઈને હવે આરોગ્ય તંત્ર સજ્જ બન્યું છે, આ માટે હવે મહારાષ્ટ્રમાંથી આવતા મુસાફરો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.

રાજ્યમાં સલામતી અને સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યો છે,જેને લઈને  ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલી ચેકપોસ્ટો પર હવે વાહનોનું ટેકિંગ હાથ ઘરવામાં આવી રહ્યું છે,આ બોર્ડર પરથી ગુજરાતની અંદર પ્રવેશતા લોકોનું ચેકિંગ થી રહ્યું છે,ભીલાડ પોસ્ટ નજીક પોલીસ તેમજ આરોગ્ય ટીમો તૈનાત જોવા મળી રહી છે.

મહારાષ્ટ્ર ગુજરાતની ચેક પોસ્ટ પર આરોગ્ય વિભાગની ટીમો દ્વારા મુંબઈ તથા મહારાષ્ટ્રના અન્ય ગામોમાંથી ગુજરાતમાં પ્રવેશતા લોકો નું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મુંબઇ અને મહારાષ્ટ્ર  સહીત  વિદેશથી જે પ્રવાસીઓ રોડ માર્ગે  ગુજરાતમાં આવી રહ્યા છએ તેઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.. ગુજરાતમાં પ્રવેશતા લોકોની ટ્રાવેલિંગ હિસ્ટ્રીની  પણ નોંધ કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં પ્રવેશતા દરેક લોકોનું હેલ્થ ચેકઅપ થી રહ્યું છે,આ સાથે જ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે, જે પણ લોકોમાં તપાસ દરમિયાન કોઈ પણ લક્ષણો જણાઈ છે તો તેઓને આરટીપીઆર રિપોર્ટ કરવાની તૈયારી દર્શાવાઈ રહી છે, જેથી આ શંકાસ્પદ લોકોના પ્રવેશને ત્યાથી જ રોકી શકાય અને જોખમને ચાળઈ શકાય.આ રીતે હવે ગુજરાતના પ્રવેશતા લોકો માટે તંત્ર સજ્જ બનીને તપાસ હાથ ઘરી રહ્યું છે,જેથી એમિક્રોનના ભયને ઘટાડી શકાય,આ સાથે જ પ્રવેશતા લોકોએ વેક્સિન લીધી છે કે નગી તે પમ તપાસ કરાશે,આમ હવે આરોગ્યતંત્ર દ્રારા સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે.