ચક્રવાત ‘યાસ’ને લઈને સંપૂર્ણ તંત્ર સજ્જઃ- વાવાઝોડું ટકરાય તે પહેલા સુરક્ષાના પગલે બંગાલ અને ઓડિશામાં લાખો લોકોનું સ્થળાંતરણ કરી સહીસલામત સ્થળે ખસેડાયા
- ચક્રવાત યાસનો ખૌફ
- અનેક લોકોનું સ્થળાંતરણ કરવાની ફરજ પડી
- વહીવટતંત્ર સજ્જ
- બંગાલ અને ઓડિશામાં ડરની સ્થિતિ
દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસથી ચક્રવાત યાસને લઈને બંગાલ તેમજ ઓડિશા રાજ્યમાં તંત્ર દોડધામ કરી રહ્યું છે, સુરક્ષાના પગલે અનેક લોકોને સહીસલામત ખસેડવામાં આવી રહ્યા છએ, બંગાળની ખાડીમાંથી નીકળતો ચક્રવાત યાસ મંગળવારે ખૂબ જ તીવ્ર વાવાઝોડામાં ફેરવાઈ ગયો હતો.જેને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે સવારે તે ઓડિશાના ભદ્રક જિલ્લાના ધમરા બંદર પર ત્રાટકશે. ચક્રવાત પ્રહાર કરે તે પહેલથી લઈને લગભગ છ કલાક સુધી તેની અસર જોવા મળશે,જેને લઈને અનેક પ્રકારની તૈયારીઓ થઈ રહી છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે કહ્યું હતું કે, તેમના વહીવટીતંત્ર દ્રારા નવ લાખથી વધુ લોકોને સલામત સ્થળોએ લઈ જવાની કવાયત હાથ ધરવામાં આવી છે. તે જ સમયે, ઓડિશા સરકારનું કહેવું છે કે તેમણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના જિલ્લાઓમાંથી ત્રણ લાખથી પણ વધુ લોકોને અત્યાર સુધી સ્થળાંતર કરાવીને સલામત સ્થળ પર ખસેડ્યા છે.
આજ પ્રકારે ભુવનેશ્વરનું બીજુ પટનાયક એરપોર્ટ મંગળવારે રાત્રે 11 વાગ્યાથી ગુરુવારે સવારે 5 વાગ્યા સુધી બંધ રાખવામાંવ્યું છે. દક્ષિણ પૂર્વી રેલ્વેએ અનેક ટ્રેનો પણ રદ કરવાની પણ જાહેરાત કરી છે. ચક્રવાતને પગલે પડોશી રાજ્ય ઝારખંડએ પણ એલર્ટ જારી કર્યું છે અને ચક્રવાતની અસરને ધ્યાનમાં રાખીને સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે.
ચક્રવાતની ભીતિ વચ્ચે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે બુધવારે સવારે 8:30 થી સાંજ 7: 45 દરમિયાન કોલકાતાના નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરની કામગીરી પણ રદ કરવામાં આવશે.