Site icon Revoi.in

ગૃહિણીઓ માટે ખાસ, રાઈસને કલરફુલ બનાવવા માટે આર્ટિફિશિયલ કલરના બદલે અપનાવો આ ટ્રિક

Social Share

આપણે જ્યારે કલરફૂલ રાઈસ એટલે કે પુલાવ કે બિરિયાની ઘરે બનાવીએ છીએ ત્યારે તેમાં માર્કેટમાં મળતા ફૂડ કલરનો ઉપયોગ કરીએ છીએ જો કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જેથી તમે ઈચ્છો તો શાકભાજીના ઉપયોગથી જ રાઈસ કે બિરયાનીને કલર ફૂલ કરી શકો છો.તો તમે વિચારતો હશે એ તો કેવી રિતે કરી શકાય તો ચાલો જણાવીએ શાકભાજીની મદદથી રાઈસને કલરપૂલ કરવાની કેટલી ક ટિપ્સ

જો તમને બિરયાનીમાં લેમન ફ્લેવર જોઈએ તો તમે ઓસાવેલા રાઈમાં લીંબુને છાલને જીણી છીણીને અડધી ચમચી જેટલી એડ કરી શકો છો જેનાથી રાઈસમાં લેમન ફ્લેવર બેસી જશે.

પીળા રાઈસ માટે તમે પીળા રંગના ફ્રૂટનો ઉપયોગ કરી શકો છો જે કલરની સાથે સ્વાદમાં પણ ચેન્ચ આપશે, જેમા ખાસ કરીને પીળી લીંબુની છાલ, પપૈયું કે પાઈનેલપ બેસ્ટ ઓપ્શન જે જે સ્વાદ અને લકર બન્ને આપશે

જો તમારે બિરયાની લેયરને અલગ અલગ કલર આપવા છે અને તમારે માર્કેટમાં મળતા કલરનો ઉપયોગ નથી કરવો તો તમે વેજીટેબલ્સની મદદથી રાઈસને જૂદા જૂદા કલર આપી શકો છો.

પાલકની પ્યૂરિ બનાવીને રાઈસમાં મિક્સ કરીને રાઈસને ગ્રીન બનાવી શકો છો.તેજ રીતે ગુલાબી રંગના રાઈસ બનાવવા માટે તમે છીટને છીણીને તેના રસનો ઉપયોગ કરી શકો છો.

આ સાથે જ રાઈસને  ઓરેજ્કેનસ બનાવવા માટે ચાઈનિઝ ગાજર જે ઓરેન્જ રંગના હોય છે તેનો ઉપયોગ કરી શકો જે માટે ગાજરને એકદમ દજીણુ ક્રશ કરીને રાઈસમાં ઉમેરવાનું રહેશે.