1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પત્રકારિતામાં નૈતિક મુલ્યો, પુરુષાર્થ અને ભારતીય જીવનમુલ્યોની આવશ્યકતા: સુનીલજી આંબેકર
પત્રકારિતામાં નૈતિક મુલ્યો, પુરુષાર્થ અને ભારતીય જીવનમુલ્યોની આવશ્યકતા: સુનીલજી આંબેકર

પત્રકારિતામાં નૈતિક મુલ્યો, પુરુષાર્થ અને ભારતીય જીવનમુલ્યોની આવશ્યકતા: સુનીલજી આંબેકર

0
Social Share

અમદાવાદઃ વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત દ્વારા પોતાની આગવી પરંપરાનુસાર દેવર્ષિ નારદ પત્રકાર સન્માન સમારોહ આ વર્ષે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલજી આંબેકર અધ્યક્ષ સ્થાને યોજાયો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વરિષ્ઠ પત્રકાર હર્ષવર્ધન ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે સુનીલજી આંબેકરજીએ પોતાના ઉદબોધનમાં કહ્યું કે મિડિયા આપણા બધાના જીવનનો એક ભાગ બની ગયું છે. આજે બધાજ લોકો પત્રકાર બની ગયા છે અને પોતપોતાના અભિપ્રાય વિભિન્ન માધ્યમો થી આપતા રહે છે અને મિડિયા પણ આ અભિપ્રાય ધ્યાનમાં લેતું હોય છે. 

પત્રકારિતા આજે વિચારવાની દિશા નક્કી કરે છે પરંતુ આ કાર્ય પ્રમાણિકતા થી નથી થઇ રહ્યું. આજે આપણા વિચારવાની પ્રક્રિયાને પણ પ્રભાવિત કરવામાં આવે છે. વાતાવરણ એવું બનાવવામાં આવે છે કે ખોટી વાત પણ સાચી લાગવા લાગે છે. એ પ્રકારનું પત્રકારિતા કામ કરી રહું છે. આજે સોશિયલ મીડિયાનો ઘણો જ પ્રભાવ છે તો પણ લોકો મુખ્ય મીડિયા જોયા પછી જ સમાચાર સાચા માને છે. માટે સાચા સમાચાર પ્રમાણિકતા થી સમાજ સુધી પહોચાડવાનું કાર્ય મુખ્ય ધારાના મીડિયાનું છે. આજે એક વ્યવસ્થિત સ્વરૂપમાં મિડિયાના વિભિન્ન માધ્યમોના માધ્યમથી કોઈપણ ખોટીવાત ને પણ સાચી સ્થાપિત કરવાનું કાર્ય પણ કરવામાં આવે છે જે આપણા  બધાના ધ્યાનમાં છે જ. આના માટે મોટા મોટા અભિયાન પણ ચાલવામાં આવે છે. આવા ખોટા નેરેટીવને સમાજ સામે ઉઘાડા પડવાનું કામ પણ આજના મીડિયા બંધુઓથી અપેક્ષિત છે. સત્ય વાતો સમાજ સામે લાવી એ એક સામાજિક કર્તવ્ય પણ છે. 

આજે આપણા સત્ય જાણવા માટેનું જે એક બહુ જ મોટું માધ્યમ મીડિયા છે એમાં પણ સત્ય અને નૈતિક આદર્શની આવશ્યકતા છે અને મને લાગે છે વિશ્વ સંવાદ કેન્દ્ર દ્વારા આ નૈતિક આદર્શની સ્થાપનાના ઉદેશ્ય સાથે દેવર્ષિ નારદ જયંતિનો પ્રારંભ કર્યો છે. સ્વતંત્રતા અંદોલનમાં ઘણા બધા આપણા નેતાઓ પત્રકાર હતા જેમને પ્રમાણિકતાથી દેશ માટે પત્રકારત્વ કર્યું. કટોકટીમાં પણ ઘણા પત્રકાર સત્યની સાથે ઉભા રહ્યા અને કટોકટીનો વિરોધ કર્યો. તેવી જ રીતે શ્રીરામ જન્મભૂમિ આંદોલનનું પણ અમુક લોકોએ વિરોધ કર્યો અને બાબરી ધ્વંસને રાષ્ટ્રીય શરમનો વિષય જણાવ્યો હતો અને 22 જનવરીના રોજ બધાજ મીડિયાએ સકારાત્મક વાતો કરી રહ્યા હતા. માટે જો સકારાત્મક વાત કહેવવા વાળા લોકો હોય અને તેમેને સાંભળવા વાળો સમાજ પણ હોય તો સત્ય હમેશા કાલના પ્રવાહમાં થી બાહર આવે છે. 

સુનીલજીએ કહ્યું કે મને લાગે છે દેવર્ષિ નારદજીના જીવનની સૌથી મહત્વપૂર્ણ વાત હતી ગ્રાઉન્ડ રીપોર્ટીંગ એટલે જાતે જોઈ સમજી અને જાણ્યા પછી રીપોર્ટીંગ કરવું. આજે આપણને પત્રકારિતામાં નૈતિક મુલ્યો, પુરુષાર્થ અને ભારતીય જીવનમુલ્યોની આવશ્યકતા છે. પત્રકારિતા નિરપેક્ષ છે પણ એ ધર્મ અને રાષ્ટ્રથી નિરપેક્ષ ન થઇ શકે. એમાં પણ રાષ્ટ્રપ્રેમ, સમાજ પ્રત્યે આત્મીયતા એટલી જ છે જેટલી જીવનના બીજા ક્ષેત્રોમાં છે. આ અવસરે કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી હર્ષવર્ધન ત્રિપાઠીજીએ (વરિષ્ઠ પત્રકાર) કહ્યું કે આશ્ચર્યની વાત એ છે કે આપણી પત્રકારિતાને જોવાનો દ્રષ્ટિકોણ પશ્ચિમથી આવે છે. જ્યારે દુનિયામાં કોઈની પાસે પણ ભારત જેવી સંસ્કૃતિક વિરાસત નથી, આવી કથાઓ, ચરિત્ર, એવા પાત્ર નથી જેનાથી આપણે પ્રેરિત થઇ શકીય. આપણે પત્રકારિતામાં પશ્ચિમ તરફ એટલા માટે જોઈએ છીએ કેમકે ત્યાં પ્રિન્ટીંગ મશીન, ટીવી ત્યાં પહેલા આવ્યું. 

પશ્ચિમમાં પત્રકારિતા એટલે સરકાર બનાવા અને ઉથલાવવામાં ભૂમિકા રાખવાનો અહંકાર રાખવા વાળા જીવનું નામ પત્રકાર છે. વાસ્તવમાં પત્રકારીતાના મૂળમાં લોક કલ્યાણ હોવું જોઈએ. આપણો સમાજ હોવો જોઈએ. ખરેખર તો સરકાર આ સમાજ ને ચલાવવા વાળું એક નાનું એકમ છે. એક પત્રકાર માટે એનો રાષ્ટ્ર, એના સમાજનું કલ્યાણ સૌથી મહત્વપૂર્ણ હોવું જોઈએ. દેવર્ષિ નારદના વિષયમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે પ્રેમહીનતા, ક્રોધ, ચપળતા અને ભય જેવા દોષ નારદજીમાં ન હતા. સ્વપ્રશંસાથી તે દૂર રહેતા હતા, 

હર્ષવર્ધનજીએ કહ્યું કે પત્રકારિતા ગુણવત્તાયુક્ત હોવી જોઈએ. કેમકે સમાજ પત્રકાર પાસેથી આજ અપેક્ષા રાખે છે. જ્યાં આપણે છીએ એ દેશ, કાળ અને પરિસ્થિતિ પ્રમાણે પત્રકારિતા નક્કી થાય છે. વ્યક્તિ ખોટું કરે છે, તંત્ર ખોટું કરે છે તો તેને સુધારવાનું કામ પણ પત્રકારિતાનું છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંતના સહકાર્યવાહ ડૉ. સુનીલભાઈ બોરીસા મહાનુભાવો સાથે મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ચિમ ક્ષેત્ર સહ પ્રચારક ચિંતનભાઈ ઉપાધ્યાય, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત સહ પ્રચાર પ્રમુખ તેજસભાઈ પટેલ, ગુજરાત પ્રાંત સહ પ્રચાર પ્રમુખ જયમીનભાઈ ગજ્જર, વિશ્વ સંવાદ કેન્દ્રના ટ્રસ્ટી વિજયભાઈ ઠાકરે, મોહિતભાઈ દિવાકર સહીત અનેક મહાનુભાવો અને પત્રકાર મિત્રો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code