- નિલગરિનું તેલ ફાયદા કારક
- સ્કીનથી લઈને દુખાવામાં આપે છે રાહત
આપણે ઘણા એવો ઓઈલ્સ જોયા છે જેના ખૂબ જ ફાયદાઓ હોય છે,તેમાંનું એક તેલ છે નીલગિરીનું તેલ, જે અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે,નીલગિરીનું તેલ તેના છોડના પાંદડાઓમાંથી કાઢવામાં આવે છે, તેની સુગંધ ખૂબજ સરસ હોય છે, સામાન્ય રીતે તે શરદીમાં પણ ઉપયોગી હોય છે અને મેહંદીમાંકલર લાવવા માટે મેહંદીમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
ઘણી વખત ગરમપાણીમાં 2 થી 3 ટીપા નીલગરિ તેલના ગરમપાણીમાં નાખીને તેની બાટપ લેવાથી પણ શરદીમાં રાહત મળે છે સાથે સાથે ત્વચા પણ સુંદર બને છે આવા તો તેના અનેક સારા ઉપયોગો છે.
નીલગરિના તેલના કેટલાક ઉપયોગ અને ફાયદાઓ
- નીલગિરીના તેલમાં એન્ટી બેક્ટેરીયલ ગુણો હોય છે જે ત્વચાના દરેક સંક્રમણને દૂર કરવાનુ કામ કરે છે.
- નીલગિરીનુ તેલ ત્વચાને મુલાયમ તેમજ ડાઘછી મૂક્તિ અપાવે છે
- ત્વચા પર થતી કોઈ પણ પ્રકારની બળતરા આ તેલ વડે દૂર થાય છે
- ફેસિયલ, બ્લીચ કે પછી બીજી કોઇ પણ પ્રકારની બ્યૂટી ટ્રિટમેન્ટ બાદ તેનુ રિએક્શન આવે અને બળતરા થવા લાગે તો તમે નીલગિરીના તેલનો ઉપયોગ કરી શકો છો
- નીલગિરીનુ તેલ માંસપેશિઓનુ દર્દ દૂર કરવાની સાથે-સાથે ત્વચાને સૂર્યના હાનિકારક કિરણોથી સલાનત રાખે છે
- સ્ટ્રેસ લેવલ ઓછુ કરવા નીલગિરીના તેલનો ઉપયોગ કરી શકાય છો. આ માટે તમારે નીલગિરીના તેલથી 20થી 25 મિનિટ માલિશ કરવાથી માથામાં રાહત મળે છે
- નીલગરિના તેલથી વાળમાં મસાજ કરવાથી પણ ફાયદો થાય છે
- નીલગિરીના તેલમાં એન્ટીફંગલ ગુણો હોય છે જે સંક્રમણ સામે સુરક્ષા પ્રદાન કરવાનુ કામ કરે છે.
- નીલગિરીના તેલથી વાળ કાળા થાય છે અને સાથે ખરતા પણ બંધ થઇ જાય છે.