નવી દિલ્હીઃ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ લિથુઆનિયાઈ સંસદને વિડિયો સંબોધનમાં કહ્યું હતું કે, યુરોપિયન યુનિયનએ રશિયન તેલ પર પ્રતિબંધ લગાવવો જોઈએ. પ્રતિબંધોના છઠ્ઠા પેકેજમાં રશિયન તેલ પરના પ્રતિબંધોનો સમાવેશ થવો જોઈએ, જ્યારે યુરોપિયન દેશોએ રશિયન ગેસની આયાત રોકવા માટે સમયમર્યાદા સ્થાપિત કરવી જોઈએ.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી રશિયા વિરુદ્ધ વિશ્વનો અભિપ્રાય તૈયાર કરવા માટે સતત અન્ય દેશોના નેતાઓ સાથે વાત કરી રહ્યા છે, ત્યારે તેમણે ઘણા દેશોની સંસદોને પણ સંબોધિત કર્યા છે. અગાઉ દક્ષિણ કોરિયાની સંસદમાં તેમના વિડિયો સંબોધન કર્યું હતું. તેમણે સાંસદોને સૈન્ય સહાય આપવા અપીલ કરી હતી.
મેરીયુપોલના મેયર વાદિમ બોયચેન્કોએ દાવો કર્યો છે કે યુક્રેનના દક્ષિણી બંદર શહેર માર્યુપોલમાં છેલ્લા છ અઠવાડિયાથી રશિયન દળો દ્વારા કરવામાં આવેલા હુમલામાં અત્યાર સુધીમાં 10,000 થી વધુ નાગરિકો માર્યા ગયા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે શહેરમાં લોકોના મૃતદેહો રસ્તાઓ પર કાર્પેટની જેમ પડેલા છે. તેમના મતે, રશિયન હુમલામાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 20 હજાર થઈ શકે છે.