નવી દિલ્હીઃ ફ્રાન્સની રાજધાની પેરિસમાં હિંસાએ ઉગ્રસ્વરૂપ ધારણ કર્યું છે. હાલ ફ્રાન્સમાં દેખાવકારો સુરક્ષા જવાનોને પણ નિશાન બનાવી રહ્યાં છે, એટલું જ નહીં તોડફોડ અને આગચંપીના બનાવોને અંજામ આપીને અરાજગતા ફેલાવી રહ્યાં છે. બીજી તરફ યુરોપિયન ડોક્ટર અને પ્રોફેસરે પેરિસમાં પરિસ્થિતિ ઉપર કાબુ મેળવા માટે કાયદે-વ્યવસ્થાની સ્થિતિ ફરીથી સ્થાપિત થાય તે માટે ભારત પાસે મદદની માંગણી કરી છે, એટલું જ નહીં તેમણે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથને ફ્રાંસ મોકલવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે. દરમિયાન દરમિયાન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને માતાપિતાને કિશોરોને ઘરે રાખવા વિનંતી કરી અને સમગ્ર ફ્રાન્સમાં ફેલાયેલા રમખાણોને રોકવા માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધનો પ્રસ્તાવ મૂક્યો.
ફ્રાન્સની રાજધાની પેરિસમાં પોલીસના ગોળીબારમાં એક કિશોરના મોત બાદ દેશભરમાં મોટા પાયે વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ દરમિયાન દેખાવકારોએ બેરીકેટ્સ મૂકીને રસ્તાઓ બંધ કરી દીધા છે અને આગચંપીની ઘટનાને અંજામ આપી રહ્યાં છે. બીજી તરફ પ્રદર્શનકારીઓ અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું રહ્યું. પોલીસે દેખાવકારોને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ અને વોટર કેનન છોડ્યા હતા. આ સંબંધમાં, 875 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 200 પોલીસ અધિકારીઓ વિરોધીઓ સાથેની અથડામણમાં ઘાયલ થયા છે.
ફ્રાન્સની આ ગંભીર સ્થિતિ વચ્ચે યુરોપિયન ડોક્ટર અને પ્રોફેસર એન.જોન કેમે ભારત પાસે ફ્રાન્સમાં રમખાણોની સ્થિતિનો સામનો કરવા માટે ઉત્તર પ્રદેશના સીએમ યોગીને મોકલવાની માંગ કરી છે. તેમણે ટ્વીટ કર્યું, ‘ફ્રાન્સમાં રમખાણોની સ્થિતિને કાબૂમાં લેવા માટે ભારતે યોગી આદિત્યનાથને મોકલવા જોઈએ, તેઓ 24 કલાકમાં બધું ઠીક કરી દેશે. યોગી આદિત્યનાથની ઓફિસે પણ યુરોપિયન ડોક્ટરના ટ્વીટ પર પ્રતિક્રિયા આપી હતી. યોગી આદિત્યનાથના કાર્યાલયે ટ્વિટર પર લખ્યું, ‘જ્યારે પણ વિશ્વના કોઈપણ ભાગમાં ઉગ્રવાદીઓ રમખાણો, અરાજકતા અને કાયદો -વ્યવસ્થાની સ્થિતિને ઉશ્કેરે છે, ત્યારે વિશ્વ શાંતિનો માર્ગ શોધે છે. તેમજ ઉત્તર પ્રદેશમાં મહારાજજી દ્વારા સ્થાપિત કાયદો અને પરિવર્તનકારી ‘યોગી મોડલ’ની ઝંખના કરે છે.