યુરોપનું સૌથી મોટું પર્યટન સ્થળ ડિઝનીલેન્ડ પેરિસ,જ્યાં આવે છે લાખો લોકો
ડિઝનીલેન્ડ પેરિસ એ યુરોપમાં સૌથી વધુ મુલાકાત લેવાયેલું પ્રવાસન સ્થળ છે.ડિઝનીલેન્ડ પેરિસનું નિર્માણ 1992માં થયું હતું, જ્યાં આજે પણ લાખો લોકો ફરવા આવે છે.અહીંની ખાસ વાત આ સ્થળની સુંદરતા અને મનોરંજક પ્રવૃત્તિઓ છે.તે ફ્રાન્સના ચેસીમાં સ્થિત છે.
ડિઝનીલેન્ડ પેરિસનો સુંદર કિલ્લો જોઈને તમે પણ વિચારશો કે આ કોઈ શાહી મહેલ છે.ડિઝનીલેન્ડ પેરિસના સુંદર ગાર્ડન્સ ઓફ વંડર્સ સહિત અન્ય સુંદર જગ્યાઓ તમને અલગ અનુભવ કરાવશે.
માર્વેલ ચાહકોએ ડિઝનીલેન્ડ પેરિસની મુલાકાત લેવી આવશ્યક છે. તાજેતરમાં જ અહીં માર્વેલ ડ્રોન શો એવેન્જર્સઃ પાવર ધ નાઈટ શરૂ કરવામાં આવ્યો છે. આ શો 8 મે સુધી ચાલશે.
રાત્રિ દરમિયાન ડિઝનીલેન્ડ પેરિસની સુંદરતા વધી જાય છે.અહીં ડિઝની ડી લાઇટ આસપાસના વાતાવરણને પ્રકાશિત કરે છે.અહીં તમને થીમ પાર્ક, હોટેલ, ડિઝની નેચર રિસોર્ટ જેવી ઘણી વસ્તુઓ મળશે.
વર્ષ 2017 માં, ડિઝનીલેન્ડ પેરિસે તેની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી.તે સમયે 320 મિલિયન લોકો અહીં આવી ચૂક્યા હતા.અમેરિકા પછી પેરિસમાં ડિઝનીલેન્ડ એકમાત્ર ડિઝની રિસોર્ટ છે, જેમાં લગભગ 7 હોટલ છે.