Site icon Revoi.in

EVનુ સતત વધી રહ્યું છે બજાર, નીતિ આયોગના પૂર્વ CEO ભારતીય કાર નિર્માતાઓને આપી સલાહ

Social Share

નવી દિલ્હીઃ નીતિ આયોગના પૂર્વ CEO અમિતાભ કાંતએ ભારતીય કાર નિર્માતાઓને આગામી દાયકાના અંત સુધી ઈલેક્ટ્રોનિક વાહનોની માંગમાં ભારે ઉછાળાને જોતા પોતાની મહત્વકાંક્ષા વધારવાનું આહવાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, વૈશ્વિક ઈલેક્ટ્રિક વાહનો બજારમાં તેજીથી વધી રહ્યા છે અને તેના વધારે હિસ્સો મેળવવા માટે ભારતીય કાર નિર્માતાઓને વધુ મહત્વકાંક્ષી લક્ષ્ય રાખવાની જરૂર છે.
તેમણી ટિપ્પણી એવા સમયે આવી છે કે જ્યારે દુનિયા ભરના વાહન નિર્માતા ઈલેક્ટ્રિક વાહનોના બજારમાં તેમની પકડ બનાવવામાં સખત મહેનત કરી રહ્યા હતા. એવામાં ભારતીય કાર નિર્માતા પણ ઈલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન અને વેચાણ તરફ આગળ વધી રહ્યા છે. કાંતનું આ આહવાન અનેક મહત્વાકાંક્ષાને વધુ વેગ આપવાનું કામ કરશે.
નીતિ આયોગના પૂર્વ CEO અમિતાભ કાંત એ જણાવ્યું છે કે, વૈશ્વિક ઈલેક્ટ્રિક વાહનોના બજારમાં હાલ ચીન ટોપ સ્થાન પર છે. એના પછી અમેરિકાનો નંબર આવે છે. તેમણે એ પણ કહ્યું કે, ચીની કાર નિર્માતા વૈશ્વિક ઈલેક્ટ્રિક વાહનો વેચાણમાં લગભગ અડધો હિસ્સો કબજે કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા X પર પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, વૈશ્વિક ઈલેક્ટ્રિક કાર બજારમાં એ સમયે 18 ટકા ભાગીદારી સાથે BYD અગ્રણી છે. એના પછી 12 ટકા ભાગીદારી સાથે TESLA નું સ્થાન છે. ભારતીય કાર નિર્માતાઓની વૈશ્વિક ઈલેક્ટ્રિક કાર વેચાણમાં માત્ર 1 ટકા ભાગીદારી છે.
વૈશ્વિક ઈલેક્ટ્રિક વાહન બજારના કેટલાક આંકડા શેર કરતા, કાંતે લખ્યું કે ભારતીય ઈલેક્ટ્રોનિક કાર બજારમાં હાલ ટાટા મોટર્સનો 75 ટકા ભાગીદારી છે. એના પછી SAIC ના સ્વામિત્વ વાળી એમજી મોટર ઈન્ડિયાના 13 ટકા અને ઘરેલૂં વાહન નિર્માતા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના 5 ટકા ભાગીદાર છે.