નવરાત્રીમાં રાત્રે 12 વાગ્યા બાદ પણ ખેલૈયાઓ ગરબે ઘૂંમી શકશે, પોલીસ ગરબા બંધ નહીં કરાવે,
અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત મહાનગરો અને નાના-મોટા શહેરોમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબે રમી રહ્યા છે. હાલ રાતના 12 વાગ્યા સુધી ગરબા રમવાની મંજુરી છે. 12 વાગ્યા બાદ મોટા લાઉડસ્પીકરો સાથે ગરબા રમાતા હોય તો પોલીસ આવીને આયોજકોને ગરબા બંધ કરાવવાની ફરજ પાડતા હતા. આથી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને મળેલી રજુઆતો બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો છે. કે, નવરાત્રી દરમિયાન રાત્રે 12 વાગ્યા બાદ મોડીરાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂંમી શકશે. એટલે કે નવરાત્રી દરમિયાન પોલીસ રાત્રીના 12 વાગ્યા બાદ પણ ગરબાના કાર્યક્રમો બંધ કરાવી શકશે નહીં.
ગુજરાતમાં આસ્થા-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિ દરમિયાન રાત્રે બાર વાગ્યા સુધી જ ગરબા રમવાની મંજુરી હતી. પરંતુ હવે ગૃહવિભાગે પોલીસને મૌખિક સૂચના આપી છે કે, કોઈ પોલીસ કર્મી રાત્રે બાર વાગ્યા પછી ગરબા બંધ કરાવવા નહીં જાય. હવે ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબાનો આનંદ માણી શકશે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ વિભાગને મૌખિક આદેશ આપ્યો છે. પોલીસ હવેથી રાત્રે બાર વાગ્યા બાદ ગરબા બંધ કરાવી શકશે નહીં, જેથી ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબાનો આનંદ માણી શકશે. બીજી તરફ ગરબા આયોજકોએ પણ ગૃહરાજ્યમંત્રીના નિર્ણયને આવકાર્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ નવરાત્રી દરમિયાન શહેરના પોશ વિસ્તારોમાં આવેલા પાર્ટી પ્લોટ્સ અને કેટલીક સોસાયટીઓમાં રાત્રે 12 વાગ્યા બાદ પણ જો ગરબાના કાર્યક્રમો ચાલતા હોય તો પોલીસ દ્વારા બંધ કરાવવામાં આવતા હતા.આ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને સુરતમાંથી રજુઆતો મળી હતી. કે, રાત્રે 12 વાગ્યા બાદ પોલીસ આવીને ગરબા બંધ કરાવે છે. આથી ગૃહ રાજ્યમંત્રીએ તમામ જિલ્લા પોલીસ વડા સાથે વીડિયો કોન્ફરન્સ કરીને આ સૂચના આપી હતી કે, રાત્રે 12 વાગ્યા બાદ ગરબાના કાર્યક્રમો ચાલુ હોય તો પણ પોલીસે કોઈ માથાકૂટ કરવી નહી, આથી હવે રાતે 12 વાગ્યા બાદ ગરબા બંધ કરાવવા માટે પોલીસ નહી જાય. અત્યાર સુધી એવુ હતુ કે, રાતે 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાતા હતા. રાતે 12 વાગ્યા બાદ પોલીસ ગરબા બંધ કરાવવા આવી જતી હતી, પરંતુ આ નવરાત્રિએ આવુ નહિ બને. કારણ કે, ગુજરાત સરકારે આ અંગે મોટો નિર્ણય લીધો છે. હવે રાતે 12 વાગ્યા બાદ પોલીસ ગરબા બંધ કરાવવા નહિ આવે. સરકારના આ નિર્ણયથી હવે મોડી રાત સુધી ગરબાનો રંગ જામશે.
નવરાત્રી પહેલાં પોલીસ તંત્રએ પાર્ટી પ્લોટ સહિતના સ્થળોએ લાઉડ સ્પીકર બાર વાગ્યા બાદ નહીં વગાડવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. ગરબાને રાત્રે બાર વાગ્યા બાદ બંધ કરાવવા માટે પોલીસ સોસાયટીઓ અને પાર્ટી પ્લોટ પર પહોંચી જતી હતી. પરંતુ હવે ગરબા રસિકો મોડે સુધી ગરબા રમી શકશે.