- બન્ને ડોઝ લીધા બાદ પણ કોરોનાનું સંક્રમણ લાગી રહ્યું છે
- – બન્ને ડોઝ લીધા બાદ પણ 76 ટકા લોકો કોરોનાગ્રસ્ત
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહારી હાલ પણ વર્તાઈ રહી છે, જો કે રોજીંદા આવતા કેસોમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે આ મહામારી સામે વેક્સિનેશનને વેગ આપવામાં આવી હ્યો છએ, વેક્સિન એક જ એવુંહથિયાર છે કે જે કોરોના સામે કારગાર સાબિત થાઈ છે, જો કે તાજેતરમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એ કોરોના રસીકરણ અને સંક્રમણ સંબંધિત દેશનો પ્રથમ અભ્યાસ જાહેર કર્યો છે.
આઈસીએમઆરે કરેલા અભ્યાસ મુજબ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા બાદ76 ટકા લોકોને કોરોના સંક્રમણ લાગ્યું છે. સંક્રમણની ઝપેટમાં આવ્યા બાદ માત્ર 16 ટકા લોકોમાં જ કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે. જ્યારે આશરે 10 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
આ અભ્યાસમાં 361 લોકોનું આ બાબતે પરિક્ષણ હાથ ધરાયું જેમાંથી 274 એવા લોકોનો આરટી પીસીઆર પોઝિટિવ આવ્યો કે જેમણે વેક્સિનના બન્ને ડોઝ લીધા હતા. કોવિશિલ્ડ અને કોવાક્સિન અંગે ચાલી રહેલા વિવાદ પર, આઇસીએમઆરએ સ્પષ્ટ કર્યું છે કે કોવિશિલ્ડ લેનારાઓમાં વધુ એન્ટિબોડીઝ બની રહી છે જ્યારે કોવેક્સિન લેનારાઓમાં ફક્ત 77 ટકા એન્ટિબોડીઝ જોવા મળે છે.
મેડિકલ જર્નલ રિસર્ચ સ્ક્વેરમાં પ્રકાશિત આ અભ્યાસ મુજબ, દેશભરમાંથી વેક્સનિ લેનાર 361 લોકોના નમૂના ભુવનેશ્વર સ્થિત આઇસીએમઆરની પ્રાદેશિક લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. તપાસમાં દરેક નમૂનાઓ સંક્રમિત મળ્યા હતાં, પરંતુ આ નમૂનાઓએ રસીના બંને ડોઝ ન લીધા હોવાથી 87 નમૂનાઓને અભ્યાસમાંથી બાતાત કરવામાં આવ્યા, તપાસમાં, રસીના બંને ડોઝ લીધા પછી 274 લોકોમાં ચેપ લાગ્યો હતો. આમાંથી 35 લોકો એટલે કે 12.8 ટકાએ કોવેક્સિનના બંને ડોઝ લીધા. જ્યારે 239 લોકો એટલે કે 87.2 ટકા લોકોએ કોવિશિલ્ડ બંને ડોઝ લીધા હતા.