Site icon Revoi.in

ગુજરાત સરકારે 500 કરોડની જાહેરાત બાદ પણ સહાય ન ચુકવતા ગૌશાળાઓની હાલત કફોડી

Social Share

ભૂજઃ ગુજરાત સરકારે રાજ્યની પાંજરાપોળો અને ગૌશાળાઓને 500 કરોડની સહાય આપવાની જાહેરાત કર્યાને મહિનાઓ વીતિ ગયા છતાં સરકાર દ્વારા હજુ સુધી સહાય ચુકવવામાં આવી નથી. તેની પાંજરોપોળો અને ગૌશાળાના સંચાલકો ભારે આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કારણ કે સરકારે સહાય આપવાની જાહેરાત કર્યા બાદ પાંજરાપોળો અને ગૌશાળાઓને જે દાન મળતું હતું તેમાં ઘટાડો થયો છે. હવે ગાયોના નિભાવ માટે ખૂબ મુશ્કેલી પડી રહી છે. બનાસકાંઠા અને પાટણમાં વિરોધ થયા બાદ હવે કચ્છમાં પણ વિરોધ જાગ્યો છે. પાંજરાપોળના સંચાલકોએ ગાયોને ભુજ મામલતદારની કચેરી ખાતે છૂટી મૂકી હતી. સરકારે સબસીડી ન અપાતા સંચાલકો રોષે  ભરાયા છે. અને ભુજની મામલતદાર કચેરી ખાતે આશરે 300 જેટલી ગાયો છૂટી મુકવામાં આવી હતી.

રાજ્યમાં પાંજરાપોળ અને ગૌશાળાઓનું આંદોલન હવે વેગ પકડી રહ્યું છે. ગૌશાળા અને પાંજરા પોળ માટે સરકાર દ્વારા 500 કરોડની સહાય જાહેર કરવામાં આવી હતી. જેની ચુકવણી આજદિન સુધી નહી થતા સંચાલકો હવે પોતાની માંગણી અને ગાયોના નિભાવ માટે સરકાર વિરુદ્ધ આંદોલન જલદ બનાવ્યું છે. ગૌશાળાના સંચાલકો અને સાધુ સંતોએ અનેક વાર આવેદનપત્રો, રેલીઓ, ધરણાં પ્રદશન કર્યા બાદ અનેક ગૌપ્રેમીઓ અને સંતો ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા બાદ પણ સરકાર ગૌશાળાના સંચાલકો તરફ ધ્યાન આપ્યું નથી. બનાસકાંઠા અને પાટણ બાદ હવે કચ્છમાં પણ ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોએ ગાયની સહાય માટે આંદોલન શરૂ કર્યું છે. કચ્છના પાંજરાપોળના સંચાલકોએ ગાયોને ભુજ મામલતદારની કચેરી ખાતે છૂટી મૂકી હતી. સરકારે સબસીડી ન અપાતા સંચાલકો રોષે  ભરાયા છે. અને ભુજની મામલતદાર કચેરી ખાતે આશરે 300 જેટલી ગાયો છૂટી મુકવામાં આવી હતી. અગાઉ પણ અનેક વખત  આંદોલનો કરી ચીમકી અપાઈ હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ કોરોના કાળ બાદ પાંજરાપોળ સંચાલકોને મળતા દાનની રકમમાં મોટો ઘટાડો થયો છે. . જેને લઇ તેમને ગાયોના નિભાવ માટે મુશ્કેલી ઉભી થઈ રહી છે. ગાયોના સારા નીરણ અને રખરખાવ માટે સરકાર દ્વારા ગૌશાળા માટે રૂ. 500 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. જેની આજ દિન સુધી ચુકવણી કરવામાં આવી નથી. જેને લઇ ગૌશાળા સંચાલકો અને પાંજરાપોળ સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.