Site icon Revoi.in

ફિલ્મ ‘આદિપુરુષ’ એ વિવાદ બાદ પણ બોક્સ ઓફીસ કર્યું શાનદાર પ્રદર્શન – માત્ર 6 દિવસમાં કરી 400 કરોડથી વધુની કમાણી

Social Share

મુંબઈઃ- સાઉથ સુપર સ્ટાર પ્રભાસ ,કૃતિ સનેન અને સૈફઅલીખાન સ્ટાટર ફિલ્મ આદિપુરુષ 16 જુનને શુક્રવારના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી આ ફિલ્મે બોક્સ ઓફીસ પર શાનદાર કમાણી કરી લીધી છે ફિલ્મ 500 કરોડના બજેટમાં બની છે ત્યારે અત્યાર સુધી ફિલ્મ 410 કરોડની કમાણી કરી પણ લીધી છે.

જો ફિલ્મ આદિપુરુષના કલેક્શનની વાત કરીએ તો રિલીઝના 6 દિવસમાં જ ફિલ્મે બોક્સ ઓફીસ પર કમાલ કરી છે. જ્યાં એક તરફ આદિપુરુષ  ફિલ્મ વિશેના વિવાદો વધી રહ્યા છે. રામાનંદ સાગરની ‘રામાયણ’માં કામ કરનાર તમામ કલાકારોએ ફિલ્મ ‘આદિપુરુષ’ના સંવાદો અને વાર્તાને લઈને નિરાશા વ્યક્ત કરી હતી આ સહીત દર્શકોએ પણ ફિલ્મની ટીકા કરી હતી. 

આ સહીત સિને વર્ક એસોસિએશન સાથે જોડાયેલા લોકોએ પીએમ મોદીને વિનંતી કરી હતી કે તે ફિલ્મનું સ્ક્રીનિંગ તાત્કાલિક બંધ કરવામાં આવે જો કે ભારતનો ઈતિહાસ રહ્યો છે કે વિવાદિત ફિલ્મ કરોડોની કમાણી કરે છે એ પછી શાહરુખ ખાનની ફિલ્મ પઠાણ હોય કે દિપીકાની ફિલ્મ પદમાવત હોય કે પછી આદિપુરુષ હોય વિવાદો બાદ પણ આ ફિલ્મ કમાણીની દ્રષ્ટિએ શાનદાર રહી છે.

લગભગ 500 કરોડના બજેટમાં બનેલી ‘આદિપુરુષ’એ વિશ્વભરમાં 400 કરોડનો આંકડો વટાવી દીધો છે અને ગુરુવાર એટલે કે છઠ્ઠા દિવસે 410 કરોડની કમાણી કરી છે. ગ્લોબલ લેવલ પર આ ફિલ્મ જે રીતે કમાણી કરી રહી છે .

જો કે ઓમ રાઉતના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ તેની સફળતાના ઝંડા લહેરાવી રહી છે. છ દિવસમાં ‘આદિપુરુષ’એ વિશ્વભરમાં ઘણી કમાણી કરી છે.આદિપુરુષ વિરુદ્ધ વધી રહેલા વિવાદને જોઈને મેકર્સે ફિલ્મમાં હનુમાનજીના ડાયલોગ્સમાં ફેરફાર કર્યા છે, પરંતુ આ પછી પણ ઘણી એવી બાબતો છે, જેના વિશે લોકો વાંધો ઉઠાવી રહ્યા છે. સ્થાનિક બોક્સ ઓફિસ પર, કામકાજના દિવસોમાં ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આ ફિલ્મને વિશ્વભરમાં ઘૂમ મચાવી છે.