Site icon Revoi.in

ગુજરાતમાં રખડતા ઢોર મામલે કોર્ટની આકરી ટકોર બાદ પણ તંત્રની કામગીરી સામે સવાલો, હોમગાર્ડ જવાનનો લીધો ભોગ

Social Share

અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોર મામલે સરકાર અને એએમસી સામે નારાજગી વ્યક્ત કરીને આકરી ટકોર કરી હતી. જે બાદ સફાળા જાગેલી રાજ્ય સરકાર અને એએમસી સહિતના સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવાના દાવા કરવામાં આવ્યાં હતા. દરમિયાન ગારિયાઘારમાં રખડતા ઢોરને કારણે હોમગાર્ડ જવાનું મોત થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગારીયાધારમાં રખડતા ઢોરને પગલે એક હોમગાર્ડ જવાનનું મોત થયું છે. નોંધાણવદર ગામે રખડતા ઢોરને પગલે અકસ્માત થયો છે. જેમાં ગંભીર ઈજાનો થતા તેમને સારવાર અર્થો હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેમનું મોત થયું હતું. આ બનાવને પગલે સ્થાનિકોમાં વહીવટી તંત્રની સામે નારાજગી ફેલાઈ છે. તેમજ રખડતા ઢોરની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે માંગણી કરી હતી.