- મણીપુરમાં હાલ પર ઈન્ટરનેટ સેવા રહેશે બંધ
- આગામી 25 જૂન સુધી આ નિર્ણય યથાવત
ઈમ્ફાલઃ- છેલ્લા કેટલાક સમયથી મણીપુર રાજ્ય હિંસાની ઝપેટમાં છે, 3 મેના રોજ બે સમુદાયોના આંદલને આક્રમક રુપ ઘારણ કર્યું 100થી વધુ લોકો આ હિંસામાં માર્યા ગયા સ્થિતિ ખથળી જતા ઈન્ટરનેટ સેવાઓ પર રાજ્ય સરકાર દ્રારા પ્રતિબંધ જાહેર કરાયો હતો જો કે હાલ પણ હિંસા શાંત પડ્યા બાદ ઈન્ટરનેટ સેવાઓ પ્રભાવિત જોવા મળી છે.
છેલ્લા અઠવાડિયામાં પણ નેતાઓના ઘર પર આગચંપી જેવી ઘટનાઓ બનતી રહી હોવાથી, રાજ્ય સરકારે શાંતિનો ભંગ અટકાવવાના પ્રયાસમાં તાત્કાલિક અસરથી ઈન્ટરનેટ પ્રતિબંધને બીજા પાંચ દિવસ એટલે કે 25 જૂન માટે લંબાવ્યો છે.
આ બાબતને લઈને રાજ્ય સરકાર દ્વારા મંગળવારે જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓનું સસ્પેન્શન વધુ પાંચ દિવસ માટે એટલે કે 25 જૂને બપોરે 3 વાગ્યા સુધી લંબાવવામાં આવશે.
રાજય સરકારે રાજ્યમાં ચાલી રહેલી અશાંતિને ધ્યાનમાં રાખીને ડેટા સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.મણિપુરમાં 3 મેના રોજ ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયનદ્વારા આયોજિત રેલી દરમિયાન અથડામણો ફાટી નીકળ્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. જે ખૂૂબ ઘાતક બની અને સોથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા તો કેટલાક લોકોએ પોતાના ઘર છોડી બીજે સ્થાયી થવાનો વારો આવ્યો.