- અનિલ કપૂરનો આજે બર્થડે
- અનેક સુપર હિટ ફિલ્મો કરી ચૂક્યા છે
- 66 વર્ષે પણ ફિટ જોવા મળે છે
મુંબઈઃ- આજે 66 વર્ષની ઉમંરે પણ યંગસ્ટર્સને શરમાવે તેવી ફિટનેસ, જુસ્સો અને આજે પણ સતત એક્ટિવ રહેવાની બાબત અભિનેતા અનીલ કપૂરમાં જોવા મળે છે, તેઓ તેમની ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છેઅનિલ કપૂરના પિતા સુરિન્દર કપૂર નિર્માતા હતા પરંતુ બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવતા પહેલા તેમણે લાંબા સમય સુધી સંઘર્ષ કર્યો હતો. વર્ષો પછી, તેમના પુત્રો અનિલ કપૂર, સંજય કપૂર અને બોની કપૂરે આ ઈન્ડસ્ટ્રિઝમાં પૈસા અને ખ્યાતિ મેળવી.
‘મિસ્ટર ઈન્ડિયા’ એટલે કે સુપરસ્ટાર અનિલ કપૂરની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી યોગ્ય અભિનેતાઓમાં થાય છે. આજે અનિલ કપૂર પોતાનો 66મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. અનિલ કપૂરનો જન્મ 24 ડિસેમ્બર 1965ના રોજ થયો હતો. અનિલ કપૂરે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે, પરંતુ અહીં સુધી પહોંચવું સરળ નહોતું. તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે.જ્યારે અનિલ કપૂર મુંબઈ આવ્યા ત્યારે તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. તેમના પરિવારમાં પણ આર્થિક તંગી હતી. શરૂઆતના દિવસોમાં તેઓ રાજ કપૂરના ગેરેજમાં રહેતા હતા. અનિલ કપૂરના પિતા સુરિન્દર કપૂર રાજ કપૂરના પિતા પૃથ્વીરાજ કપૂરના પિતરાઈ ભાઈ છે. આવી સ્થિતિમાં, જ્યારે તે મુંબઈ આવ્યો, ત્યારે સુવિધાઓના અભાવને કારણે તે થોડા વર્ષો સુધી રાજ કપૂરના ગેરેજમાં રહ્યો. આ પછી તેણે એક વિસ્તારમાં એક રૂમ ભાડે લીધો હતો. તે પણ લાંબા સમયથી ભાડાના રૂમમાં રહેતો હતો.
આ સાથે જ માત્ર 12 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક કલાકારતરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો હતો. અનિલ કપૂરે અત્યાર સુધી 100 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. આ સાથે અનિલ કપૂરે ઘણી આંતરરાષ્ટ્રીયફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે. 42 વર્ષની કારકિર્દી દરમિયાન, અનિલ કપૂરને છ ફિલ્મફેર અને બે રાષ્ટ્રીયપુરસ્કારો મેળવ્યા છે.
અનિલ કપૂરે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં 1985ની ફિલ્મ ‘મેરી જંગ’, 1985ની ફિલ્મ ‘યુદ્ધ’, 1986ની ફિલ્મ ‘કર્મ’, 1986ની ફિલ્મ ‘આપ કે સાથ’, 1987ની ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’, 1990ની ફિલ્મ ‘ઘર હો તો ઐસા’નો સમાવેશ થાય છે. અનિલ કપૂરે ડેની બોયલની ઓસ્કાર વિજેતા ફિલ્મ સ્લમડોગ મિલિયોનેરમાં પણ કામ કર્યું હતું.આજે પણ અનિલ કપૂરની ફિલ્મોના સોંગ ઘણા હીટ તરીકે ચાલી રહ્યા છે. રામ લખન, જુદાઈ, લાડલા જેવી ફઇલ્મો ાજે પણ દર્શકો યાદ કરે છે
તેઓ આટલી ઉંમકે પણ ફિટ છે કારણ કે તેઓ નિયંત્રિત આહારની સાથે અનિલ કપૂર દરરોજ 2 થી 3 કલાક વર્કઆઉટ કરે છે. અનિલ દરરોજ 10 થી 20 મિનિટ કાર્ડિયો કરે છે. જે પછી તે ફ્રી વેઈટ, પુશ-અપ્સ, ક્રન્ચ, ચેર સ્ક્વોટ વર્કઆઉટ કરે છે. અનિલના વર્કઆઉટમાં ફાસ્ટ સાઇકલિંગનો પણ સમાવેશ થાય છે.