1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અષાઢના અંત પહેલા જ સારા વરસાદથી ભાવનગરનો શેત્રુંજી ડેમ 61.61 ટકા ભરાયો,
અષાઢના અંત પહેલા જ સારા વરસાદથી ભાવનગરનો શેત્રુંજી ડેમ 61.61 ટકા ભરાયો,

અષાઢના અંત પહેલા જ સારા વરસાદથી ભાવનગરનો શેત્રુંજી ડેમ 61.61 ટકા ભરાયો,

0
Social Share

ભાવનગરઃ અષાઢના અંતમાં જિલ્લાના જળાશયોમાં સરેરાશ 42.20 પાણીનો સંગ્રહ થયો છે. ખાસ કરીને ભાવનગરની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 61.61 ટકા ભરાઇ ગયો છે. જ્યારે ચાલું ચોમાસાની સિઝનમાં પ્રથમ રાઉન્ડમાં જ મહુવાનો બગડ ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. જોકે, હમીરપરા ડેમ હજું 4 ટકા જ ભરાયો છે. શેત્રુંજી ડેમમાં પાણીની સારી આવક થતાં ભાવનગર શહેરને ઉનાળા સુધી પીવાના પાણીની સમસ્યાનો અંત આવી ગયો છે.

ભાવનગર જિલ્લામાં નાના મોટા ડઝન જળાશયો છે. જળસિંચનના લીધે પાણીના તળ ઉંચા લાવવા માટે આ જળાશયો આશિર્વાદરૂપ છે. ત્યારે ચોમાસામાં જળસંગ્રહ વધે તેવો આશાવાદ બાંધીને ખેડૂતો બેઠા છે. ત્યારે બગડ ડેમ ઓવરફ્લો થયો છે. આ ઉપરાંત શેત્રુંજી ડેમમાં પણ વરસાદના પ્રથમ રાઉન્ડમાં નોંધપાત્ર પાણીની આવક થઇ છે. ઉપરાંત અમરેલી જિલ્લાના ધારી તાલુકાનો ખોડીયાર ડેમ પણ 97 ટકા ભરાઇ ગયો છે. જે ઓવરફ્લો થશે તો તેનું પાણી શેત્રુંજી ડેમમાં ઠાલવવામાં આવશે. મતલબ કે અમરેલી જિલ્લામાં ભારે વરસાદ પડશે તો પણ ભાવનગરની જનતાને લાભ મળશે.

ભાવનગર જિલ્લામાં તા.24 જુલાઇની સાંજ સુધીમાં એવરેજ વરસાદ 265 મી.મી. વરસી ગયો છે જેમાં છેલ્લાં 24 દિવસમાં એટલે કે જુલાઇમાં 205 મી.મી. વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં આ સિઝનના કુલ વરસાદ 617 મી.મી.ના 33.23 ટકા નોંધાયો છે. જે છેલ્લાં 7 વર્ષના ચોમાસામાં 15 જુલાઇ સુધીમાં વરસેલા વરસાદમાં શ્રેષ્ઠ છે. 7 વર્ષમાં 15 જુલાઇ સુધીમાં ભાવનગર જિલ્લામાં એવરેજ સૌથી ઓછો વરસાદ 2017માં માત્ર 132 મી.મી. જ વરસ્યો હતો. આ વર્ષે 240 મી.મી. વરસાદ વરસ્યો તેમાં આ જુલાઇ માસના 15 દિવસનો મહત્તમ ફાળો છે અને આ 15 દિવસમાં ભાવનગર જિલ્લામાં 180 મી.મી. એટલે કે સિઝનનો 29.17 ટકા વરસાદ વરસી ગયો છે. જિલ્લામાં આ વર્ષે આ જુલાઇ માસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીમાં પણ ધીમી ધારે જ વરસાદ પડ્યો હતો. એટલે રાજ્યમાં સરેરાશ વરસાદ  64 ટકા થયો છે. પણ ભાવનગર જિલ્લામાં સરેરાશ વરસાદ 43 ટકા નોંધાયો છે.  ભાવનગર જિલ્લામાં 15મી સુધીમાં મહુવામાં સૌથી વધુ 475 મી.મી. અને ઘોઘામાં સૌથી ઓછો 176 મી.મી. વરસાદ વરસી ગયો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code