Site icon Revoi.in

તહેવાર પહેલા જ  દિલ્હીના લોકોનું શ્વાસ લેવું મુશ્કેલ બન્યું , એર ક્વોલિટી ઈન્ડેક્ષ નબળી શ્રેણીમાં પહોંચ્યો

Social Share

દિલ્હી – દેશની રાજઘાની દિલ્હીમાં દર વર્ષે દિવાળઈ આવે તે પહેલા જ એટલે કે શિયાળાના આરંભે જ હવા પ્રદુષિત બની જાય છએ લોકોનું શ્ાવસ લેવું મુશઅકેલ થી જાય છએ ત્યારે આ વખતે પણ ટ્રાફિકના ઘુમાડા, ઉદ્યોગોનો ઘુમાડો અને આસપાસના રાજ્યમાં પરાળી સળગાવવાની ઘટનાઓને લઈને પ્રદુષણનું સ્તર દિવાળઈ પહેલા જ વઘી ચૂક્યું છે.

મળતી જાણકારી પ્રમાણે દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણની સ્થિતિ ખૂબ જ ખરાબ અને  ચિંતાજનક જોવા મળી રહી  છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની આસપાસની હવાની ગુણવત્તા સતત ચોથા દિવસે ‘ખૂબ જ નબળી’ થઈ રહી છે.

SAFAR એજન્સી અનુસાર, આજરોજ સવારે 6 વાગ્યે શહેરના કેટલાક ભાગોમાં પ્રદૂષણનું સ્તર ‘ગંભીર’ ઝોનમાં પ્રવેશ્યું છે. પ્રદૂષણની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોએ માસ્ક પહેરવાની સલાહ આપી છે.

આ સાથે જ દિલ્હીનો 24-કલાકનો સરેરાશ હવા ગુણવત્તા સૂચકાંક મંગળવારે સવારે 6 વાગ્યે 327 નોંધાયો હતો. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારો હાલમાં હવાની ગુણવત્તાની વિવિધ પરિસ્થિતિઓ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. પુસા અને લોધી રોડમાં AQI સ્તર અનુક્રમે 300 અને 306 નોંધાયું હતું, બંને ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં છે.

આ સાથે જ જ્યારે દિલ્હી યુનિવર્સિટીએ 388નો AQI નોંધ્યો હતો, જે ‘ખૂબ જ નબળી’ હવાની ગુણવત્તા દર્શાવે છે. જ્યારે એરપોર્ટના ટર્મિનલ 3 પર AQI 329 રેકોર્ડ કરવામાં આવ્યો હતો, જે ‘ખૂબ જ નબળી’ શ્રેણીમાં છે.

નોઈડા અને મથુરા રોડ પર AQI સ્તર અનુક્રમે 375 અને 330 નોંધવામાં આવ્યું છે. આયાનગર અને IIT દિલ્હીમાં AQI 307 અને 320 છે. તેની સરખામણીમાં, ગુરુગ્રામમાં સ્થિતિ થોડી સારી હતી.અહીં AQI 249 નોંધાયો હતો, જે ‘નબળી’ હવાની ગુણવત્તા દર્શાવે છે.