લોકસભા ચૂંટણી-2024 પૂર્વે અત્યારથી જ વિપક્ષમાં પીએમ પદના ઉનેદવારોની હોડ લાગી
અમદાવાદઃ લોકસભાની ચૂંટણી વર્ષ 2024માં યોજાશે, પરંતુ તે પહેલા જ અત્યારથી જ વિવિધ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને એનડીએના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જ રહે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે પરંતુ વિપક્ષમાં પીએમ પદના ઉમેદવારની હોડ જામી છે. આ યાદીમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, તેલંગાણાના મુખ્યમંત્રી અને ટીઆરએસના પ્રમુખ કે.ચંદ્રશેખર રાવ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે હવે આ યાદીમાં વધુ એક સિનિયર નેતાના નામનો ઉમેરો થયો છે.આ નેતા બીજુ કોઈ નહીં પરંતુ તાજેતરમાં જ ભાજપનો સાથ છોડીને વિપક્ષનો દામન થામનાર નીતિશ કુમાર છે.
કોંગ્રેસ, ટીએમસી, એનસીપી સહિતના રાજકીય પક્ષો આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપને સત્તાથી દૂર રાખવાનું વિચારી રહી છે, યુપીએની આગેવાની કોંગ્રેસ કરી રહ્યું છે પરંતુ ઉત્તરપ્રદેશ, પંજાબ અને ગોવા સહિતના પાંચ રાજ્યોમાં કોંગ્રેસનું ભારે ધોવાણ થયું છે એટલું જ નહીં દેશમાં છેલ્લા વર્ષોમાં યોજાયેલી ચૂંટણીને ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. જેથી સમાજપાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી સહિતના રાજકીય પક્ષોએ કોંગ્રેસથી અંતર વધાર્યું છે. આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની આગેવીનીમાં જ વિપક્ષના તમામ પક્ષો એકસાથે ચૂંટણી લડે તેવુ કોંગ્રેસના સિનિયર નેતાઓ માની રહ્યાં છે એટલું જ નહીં આ નેતાઓ લોકસભાની ચૂંટણીમાં વિપક્ષના પીએમ પદના ઉમેદવાર રાહુલ ગાંધી બને તેવુ ઈચ્છી રહ્યાં છે.
દેશમાં કોંગ્રેસ નબળી થતાની સાથે જ ટીએમસીના નેતા અને પશ્ચિમ બંગાળના નેતા મમતા બેનરજી, કે.ચંદ્રશેખર રાવ સહિતના નેતાઓ પોતાને વિપક્ષના પીએમ પદના દાવેદાર માની રહ્યાં છે, જેથી થોડા મહિનાઓ પહેલા જ મમતા બેનરજીએ મહારાષ્ટ સહિતના વિવિધ રાજ્યોમાં પ્રવાસ કર્યો હતો એટલું જ નહીં સ્થાનિક પક્ષો સાથે ચર્ચા કરી હતી. મમતા બેનરજી ટીએમસીને રાષ્ટ્રીય લેવલે લઈ જવાના પ્રયાસો કરી રહ્યાં છે. આવી જ રીતે કે.ચંદ્રશેખર પણ તમામ વિપક્ષને એક કરવા પ્રયાસ કરી રહ્યાં છે. કે.ચંદ્રશેખર કેસીઆરને રાષ્ટ્રીય સ્તર ઉપર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યાં છે એટલું જ નહીં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન તેમણે પીએમ મોદીનો વિરોધ કર્યો હતો. એટલું જ નહીં તેલંગાણામાં પણ તેઓ હિન્દીમાં ભાષણ કરે છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આમ આદમી પાર્ટીનો વિસ્તાર કરી રહ્યાં છે. પંજાબમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત થઈ હતી અને પંજાબમાં સરકારની રચના કરી છે. હવે અરવિંદ કેજરીવાલની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના હોમસ્ટેટ ગુજરાત ઉપર નજર મંડાયેલી છે. ચાલુ વર્ષે ગુજરાતમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો ઉપર પોતાના ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે, આ ઉપરાંત તેમના ગુજરાતના પ્રવાસ પણ વધ્યાં છે.
તાજેતરમાં જ જેડીયુના સિનિયર નેતા નીતિશકુમારે તાજેતરમાં જ ભાજપ સાથેનું ગઠબંધન તોડ્યું હતું. તેમજ આરજેડી સહિતની પાર્ટીઓના સમર્થનથી ફરીથી બિહારમાં સીએમ પદ ગ્રહણ કર્યું છે. તેમજ આરજેડી સહિતના તમામ પક્ષોને એકસાથે લાવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યાં છે. આમ વિપક્ષના પીએમ પદના ઉમેદવાર નીતિશકુમાર રહેવાની શકયતા છે. આમ વિપક્ષમાં પીએમ પદના દાવેદારોની લાઈન લાગી છે. વિવિધ રાજકીય પક્ષોએ લોકસભાની ચૂંટણીને લઈને અત્યારથી જ રણનીતિ તૈયારીઓ શરૂ કરી છે, તમામ રાજકીય પક્ષો સાથે આવશે કે કેમ, તેમજ વિપક્ષના પીએમ પદના ઉમેદવાર કોણ બને છે તે આગામી દિવસોમાં ખબર પડશે, પરંતુ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને અત્યારથી જ સોગઠા ગોઠવાનું શરૂ કર્યું છે.