રિલીઝ પહેલા જ શાહરૂખ ખાનની ડંકીએ મચાવી ધૂમ,એડવાન્સ બુકિંગમાં આટલા કરોડની કરી કમાણી
મુંબઈ: શાહરૂખ ખાન વર્ષ 2023માં બોક્સ ઓફિસનો બાદશાહ રહ્યો. ચાર વર્ષ પછી વાપસી કર્યા બાદ તેણે બોક્સ ઓફિસ પર ‘જવાન’ અને ‘પઠાણ’ સાથે જે મજબૂત પગ જમાવ્યો, બોલીવુડની મોટી ફિલ્મો તેને હલાવી શકી નથી.
બે બ્લોકબસ્ટર ફિલ્મો પછી બોલિવૂડના બાદશાહ ખાન વર્ષ 2023માં ‘ડંકી’ સાથે ફરી એકવાર તેના દર્શકો માટે પરત ફરી રહ્યા છે. આ ફિલ્મમાં તે પહેલીવાર પીકે અને 3-ઇડિયટ્સ જેવી ફિલ્મોના ડિરેક્ટર રાજકુમાર હિરાની સાથે પાર્ટનરશિપ કરી રહ્યો છે.
‘ડંકી’માં શાહરૂખ ખાન-રાજકુમાર હિરાણીની પાર્ટનરશિપ શું કમાલ કરશે તે માત્ર 1 દિવસ પછી ખબર પડશે. હાલમાં ‘ડંકી’એ રિલીઝ પહેલા જ એડવાન્સ બુકિંગમાં મોટી કમાણી કરી લીધી છે.
‘જવાન’ અને ‘પઠાણ’ પછી હવે શાહરૂખ ખાનના ચાહકો થિયેટરોમાં ‘ડંકી’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કિંગ ખાનની ફિલ્મ આ ક્રિસમસ પર બોક્સ ઓફિસ પર પ્રભાસની એક્શન ડ્રામા ‘સાલાર’ સાથે ટક્કર આપવા જઈ રહી છે.
બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે કઈ ફિલ્મ મોટી કમાણી કરશે, તે તો પહેલા દિવસની કમાણી પરથી જ સ્પષ્ટ થશે, પરંતુ હાલમાં એડવાન્સ બુકિંગ કલેક્શનના મામલે શાહરૂખ ખાનની ‘ડંકી’એ પ્રભાસની ફિલ્મ ‘સાલાર’ને પાછળ છોડી દીધી છે.અહેવાલો અનુસાર, ડંકીએ તેની રિલીઝના એક દિવસ પહેલા દેશભરમાં તેની ટિકિટના વેચાણમાંથી અત્યાર સુધીમાં 10.26 રૂપિયા એકત્ર કર્યા છે.
ભારતમાં ડંકીની કુલ એડવાન્સ બુકિંગ કમાણી
ડંકીનું કુલ ટિકિટ વેચાણ- 3,60,564
ડંકી ટોટલ શો-12, 607
ડંકીનું એડવાન્સ બુકિંગ કલેક્શન – રૂ. 10.26 કરોડ
શાહરૂખ ખાનની ફિલ્મ ‘ડંકી’ માટે ચાહકોમાં કેટલો ક્રેઝ છે, તેનો અંદાજ તમે ફિલ્મની ટિકિટના વેચાણ પરથી લગાવી શકો છો. અત્યાર સુધીમાં ભારતમાં ડંકીની 3 લાખ 60 હજાર 564 થી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે અને સમગ્ર ભારતમાં ફિલ્મના કુલ 12,607 શો થયા છે.