પટનાઃ- દેશભરમાં આઈ ફ્લૂના કેસો જોવા મળી રહ્યા છે દેશના અનેક રાજ્યોમાં આંખોનો આ પરોગ ઝડપથી વધતો જોવા મળી રહ્યો છે ત્યારે આવી સ્થિતિમાં હવે આંખોના રોગની ઝપેટમાં બિહાર પણ જોવા મળ્યું છે અહી દરરોજ અનેક કેસ આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે બિહારમાં વરસાદની મોસમને કારણે આંખનું ઈન્ફેક્શન ઝડપથી ફેલાઈ રહ્યું છે. અહીં દર 5માંથી 4 દર્દીઓ તેનાથી સંક્રમિત જોવા મળી રહ્યા છે. સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ સ્વસ્થ લોકો પણ આ ચેપનો શિકાર બની રહ્યા છે. શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.
રાજધાની પટના સહિત બિહારના ઘણા જિલ્લાઓમાં આંખના ફ્લૂનો પ્રકોપ ચાલુ છે. પટનાની PMCH, IGIMS, NMCH અને પટના AIIMS મેડિકલ કોલેજની OPDમાં પહોંચતા દરેક પાંચમાછી એક વ્યક્તિ આંખના ફ્લૂની ઝપેટમાં છે.
વિતેલા દિવસને મંગળવારે, આંખના ફ્લૂના લગભગ 510 દર્દીઓ શહેરના IGIMS, PMCH અને રાજેન્દ્ર નગર નેત્રાલયના નેત્રરોગ વિભાગમાં સારવાર માટે પહોંચ્યા હતા. તેમાંથી સૌથી વધુ 198 દર્દીઓ IGIMS, 156 PMCH અને 56 રાજેન્દ્ર નગર નેત્રાલયમાં સારવાર માટે આવ્યા હતા.
જો કે ડોકટરો કહે છે કે મોટાભાગના દર્દીઓ આ રોગ અંગે જાગૃત બન્યા છે પરંતુ આંખ લાલ થતાં જ તેઓ ઓપીડીમાં આવી રહ્યા છે. આંખના ટીપાં વગેરે દવાઓ આપીને રોગ મટાડવામાં આવે છે. દર્દીઓને દાખલ કરવાની જરૂર નથી. આંખના ફ્લૂની સારવાર સાથે સાવચેતી રાખવાની જરુર છે.
જણાવાયું હતું કે આંખના નિષ્ણાતોની સલાહ લીધા બાદ એન્ટીબાયોટીક, લ્યુબ્રિકેટીંગ આઈ ડ્રોપ્સ, એન્ટીબાયોટીક આઈ ટ્રીટમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. આ સાથે જ સલાહ આપવામાં આવે છે કે કાળા રંગના ચશ્મા પહેરી શકો છો. આંખોને રુથી સાફ કરો અથવા જંતુરહિત આંખ 3-4 વાર સાફ કરો. આ સાથે જ તેને હાછથ ગાવવાનું ટાળવું જોઈએ.