Site icon Revoi.in

જૂનાગઢમાં પણ શિવરાત્રીની તડામાર તૈયારીઓ, મેળામાં દિગમ્બર સાધુઓનો હર હર મહાદેવનો નાદ

Social Share

જૂનાગઢ: જીવને શિવત્વ પામવાનો અમૂલ્ય અવસર એવો ભવનાથ સ્થિત યોજાતો દિગમ્બર સાધુઓનો મેળો જામી ઉઠ્યો છે. લાખોની સંખ્યામાં ભાવિકો મેળો માણવા પહોંચ્યા હતા. દૂરદૂરથી આવેલ દિગમ્બર સાધુઓ પોતાના ધુણાઓ ચેતન કરી શિવ ભક્તિમાં તલ્લીન બન્યા છે, તો કેટલાક ધુણાઓમાં દિગમ્બર સાધુ ફિલ્મોના ગીત સાથે ઝૂમતા જોવા મળ્યા હતા.

ભક્તિ,ભજન અને ભોજનનું વિશેષ મહત્વ ધરાવતા મહાશિવરાત્રીના આ મેળામાં જાહેર અન્નક્ષેત્રો, ઉતારા મંડળો, ધાર્મિક જગ્યાઓમાં જય ગિરનારીનો નાદ ગુંજી ઉઠ્યો છે. લોકોના મનોરંજન માટે ચકડોળ, તેમજ અવનવા રાઈડ્સ દ્વારા લોકો મેળાની મજા માણી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાં પણ શિવભક્તોની મોટી સંખ્યામાં ભીડ જોવા મળતી હોય છે. જૂનાગઢમાં યોજાનારો ભવનાથનો મેળો વિશ્વભરમાં પ્રખ્યાત છે અને મોટી સંખ્યામાં દેશ વિદેશથી પણ લોકો ત્યાં આવતા હોય છે.