1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કોરનાકાળમાં પણ 56 ટકાથી વધુ સ્ટાર્ટઅપ કંપનીઓની નોંધણી- 45 ટકા ઉદ્યોગો મહિલાઓના હસ્તે
કોરનાકાળમાં પણ 56 ટકાથી વધુ સ્ટાર્ટઅપ કંપનીઓની નોંધણી- 45 ટકા ઉદ્યોગો મહિલાઓના હસ્તે

કોરનાકાળમાં પણ 56 ટકાથી વધુ સ્ટાર્ટઅપ કંપનીઓની નોંધણી- 45 ટકા ઉદ્યોગો મહિલાઓના હસ્તે

0
Social Share
  • કોરોનાકાળમાં પણ સ્ટાર્ટપને મળ્યો વેગ
  • 56 ટકા સ્ટાર્ટઅપનું થયું પંજીકરપણ
  • 48 ટકા ઉદ્યોગો મહિલાઓને હસ્તે
  • રોજગારીની નવલી તકો સાપડી

દિલ્હીઃ- કોરોના મહામારીદરમિયાન ભારતમાં સ્ટાર્અપ ઉદ્યોગો ખૂબ જ વધુ શરુ થતા જોવા મળી રહ્યા છે,આ વાતની જાણ એ રીતે મેળવી શકાય છે કે માત્ર 180 જેટલા દિવસોની અંદોરો અંદર ભારત દેશમાં અંદાજે 10 હજાર આસપાસ સ્ટાર્ટપ પંજીકરણ થયેલું જોવા મળે છે. જેમાં સૌથી વધુ ફ્રૂડપ્રોસેસિંગ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ,એપ્લિકેશન ડજેવલપમેન્ટ, આઈટી કન્સલ્ટન્સિ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપની વધુ નોંધણી થઈ છે,જો કે આ સમગ્ર બાબત વચ્ચે એક ખાસ વાત એ છે કે આ 56 ટકા જેટલા સ્ટાર્ટઅપમાં 46 ટકા સ્ટાર્ટઅપ મહિલાઓ સંભાળી રહી છે.

સ્ટાર્ટ-અપ યોજનાનો આંરભ થવાથી કુલ 808 દિવસની અંદર 10 હજારથી વધુ સ્ટાર્ટઅપ્સની રચના કરવામાં આવી હતી. યોજનાના પ્રથમ વર્ષ 2016-2017માં કુલ 743 સ્ટાર્ટઅપ્સને માન્યતા આપવામાં આવી હતી. છેલ્લા નાણાકીય વર્ષ 2020-2021માં, 16 હજારથી વધુ સ્ટાર્ટઅપ્સને માન્યતા મળી છે, જે ભારતમાં સ્ટાર્ટઅપમાં તેજીના વાવડ દર્શાવે છે. સ્ટાર્ટઅપ્સે 2020-21 દરમિયાન લગભગ 1.7 લાખ નોકરીઓ અપાવી છે.જેનાથી રોજગારીની કતકો પણ વધી છે.ભારતની અર્થવ્યવસ્થા હવે ઘીરે ઘીરે પાટા પર આવી રહી છે તેમ કહી શકાય

દેશના વડાપ્રધાન નરેન્દ્ મોદીએ સ્ટાર્ટઅપ ઈન્ડિયાની શરૂઆત 16 જૂન 2016 ના રોજ કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો હતો અને દેશમાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતા માટે અનુકૂળ વાતાવરણ બનાવવાનું હતું. ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ પ્રારંભિક યોજના માટેની નોડલ એજન્સી તરીકે કાર્ય કરે છે. 3 જૂન, 1 એપ્રિલ, 2020 પછી 19 હજાર 896 સ્ટાર્ટઅપ્સને માન્યતા આપવામાં આવી છે.

ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના જણાવ્યા પ્રમાણે કોરોનાકાળમાં ઓનલાઇન વ્યવસાયને જોરદાર પ્રતિસાદ મળ્યો છે. ટેક સ્ટાર્ટઅપ્સને તેનો ફાયદો થયેલો જોવા મળી રહ્યો છે. કોરોનામાં રોકાયેલ ભંડોળ સપ્ટેમ્બર પછી ફરી શરૂ થયું. જેનાથી તેમની વૃદ્ધિમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. નાના ઉદ્યોગો અથવા ઉદ્યોગો પણ અવનવી તકનીકી અપનાવી રહ્યા છે, જેના કારણે ટેક-સ્ટાર્ટઅપ્સનું કાર્ય વધુ વધી શકે છે.

સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજનાની શરૂઆત સાથે, માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ્સ હવે 623 જિલ્લાઓમાં વિકાસ પામ્યા છે. હાલમાં દેશના દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓછામાં ઓછું એક સ્ટાર્ટઅપ થાય છે. દેશમાં 30 થી વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સહિત)ની શરૂઆતી આ સાંકળને સમર્થન આપવા માટે તેમણે વિશિષ્ટ સ્ટાર્ટઅપ નીતિઓની પણ જાહેરાત કરી છે. આ યાદીમાં મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં સૌથી વધુ સ્ટાર્ટઅપ્સ થયેલા જોવા મળે છે.

ડીપીઆઇઆઇટી. દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા દેશના સ્ટાર્ટઅપ ઇકોનોમી માટેના મુખ્ય ક્ષેત્રોને મજબુત બનાવવામાં મદદરૂપ બન્યું છે. 10 હજાર કરોડના ભંડોળ યોજના અને 945 કરોડ રૂપિયાની સ્ટાર્ટઅપ ઇન્ડિયા સીડ ફંડ યોજના દ્વારા સ્ટાર્ટઅપ્સ માટે મૂડી વધારવાની તકોમાં વધારો થયો છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code