- સ્લિવલેસ કપડા પર સ્ગ પહેરી શકાય છે
- સ્લિવ સેલ ઉપર ડેનિમ જેકેટ સુંદર લાગે છે
દરેક સ્ત્રીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાઈ આ માટે તેઓ અવનવા કપડાઓ પહેરે છે જો કે ચોમાસું આવતાની સાથે જ સ્લિવ લેસ કપડાને યુવતીઓ ક્યાંક ખુણામાં રાખી દે છે,જો કે હવે કેટલીક ટિપ્સ જણાવીશું જેના થકી તનમે સ્લિવ લેસ કપડા પણ પહેરી શકશો, અને સ્ટાઈલિશ પણ દેખાઈ શકશો.
ટિપ્સ 1 –
જો તમારા પાસે કોી સ્લિવ સેલ ટોપ કે ટિશર્ટ છે અને તમારે તેને પહેરવું છે તો આ માટે તમે કોટી એટલે કે શ્રગનો ઉપયોગ કરી શકો છો, આ પ્રકારના કપડા પર શ્રગ પહેરીને તમે વધુ સ્ટાઈલિશ લાગી શકો છો અને ઠંડીથી બચતી શકો છો.
ટિપ્સ 2-
આ સાથે જ તમે હાઈ નેક ટોપ પર સ્લીવલેસ ડ્રેસ પહેરી શકો છો. આમ કરવાથી તમને ઠંડી નહી લાગે અને સ્ટાઈલિશ પણ લાગશે. ધ્યાનમાં રાખો કે તમારે તમારા ડ્રેસ અનુસાર હાઈ નેક અથવા ટર્ટલ નેક ટોપનો રંગ પસંદ કરવો જોઈએ.તમે બોડી ફિટેડ ડ્રેસથી લઈને ફ્રિલ્ડ ડ્રેસ સુધી હાઈ નેક સ્ટાઈલ કરી શકો છો. જો તમે ઇચ્છો તો માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ કલરનું હાઇ નેક ટોપ ખરીદી શકો છો
ટિપ્સ 3-
આજકાલ ડ્રેસની ઉપર જેકેટ પહેરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. જો તમને પણ આ ટ્રેન્ડ ગમે છે અને શિયાળાની ઋતુમાં તેને અનુસરવા માંગો છો, તો તમે સ્લીવલેસ ડ્રેસની ઉપર જેકેટ પહેરી શકો છો. આ માટે તમે ડેનિમથી લઈને લેધર જેકેટ સુધીની પસંદગી કરી શકો છો.
ટિપ્સ 4-
જો તમારા પાસે ડ્રેસ, ટિશર્ટ કે કઈ પણ સ્વિલ લેસ છે અને તમારે પહેરવું જ છે તો આજકાલ માર્કેટમાં ઊન અથવા સિલ્કના કાપડમાં પંચો સ્ટાઈલ શોલ મળે છે તમે ગળામાં ખાલી નાખી દેશો તો તમારો લૂક સ્ટાઈલીશ બનશે અને સ્લિવ લેસ કપડા સ્લિવવાળા બની જશે જેથી ઠંડી નહી લાગે