- ઉનાળામાં રાત્રે સુતા વખતે સ્કિન માટે આટલું કરો
- સ્કિન કરશે ગ્લો
હાલ ઉનાળાની સિઝન ચાલી રહી છએ આવી સ્થિતિમાં સૌ કોઈએ પોતાની સ્કિનનું પણ ધ્યાન રાખવું જોઈએ ખાસ કરીને આ સિઝનમાં સ્કિન ઓઈલી થઈ જાય છએ પરિણામેં પીમ્પલ્સ થવાની શક્યતાઓ વધે છે.
ત્વચાને સુંદર અને યુવાન રાખવા માટે આપણે આપણી ત્વચાની ખૂબ કાળજી લેવી પડે છે. પરંતુ કેટલીકવાર નાની-નાની ભૂલોને કારણે ચહેરાની સુંદરતા નીકળી જાય છે. રાત્રે સૂતા પહેલા ત્વચાની કાળજી લેવી ખૂબ જ જરૂરી છે. આપણે આપણી ત્વચાની દરેક રીતે કાળજી લઈએ છીએ, પરંતુ ઘણીવાર રાત્રે આપણી ત્વચા સંભાળની દિનચર્યા ભૂલી જઈએ છીએ. ઘણી વખત આપણે સૂતા પહેલા ચહેરાને બરાબર સાફ પણ નથી કરતા, આમ કરવાથી તમારી આખા દિવસની મહેનત નકામી થઈ જાય છે
રાત્રે આ વાતોનું ધ્યાન રાખો
રાત્રે સૂતા પહેલા, તમારે તમારા ચહેરાને યોગ્ય રીતે સાફ કર્યા પછી સૂવું જોઈએ. બને ત્યા સુધી નોર્મલ ઠંડા પાણીનો ઉપયોગ કરવો જેથી ચહેરા પરની ગંદકી દીર થાય.
રાત્રે સૂતા પહેલા ચહેરાને ફેસવોશથી ધોઈ લો, તેનાથી ચહેરાની ગંદકી દૂર થાય છે.આ સાથે દિવસ ભરનો જામેલો મેલ દૂર થાય છે અને ત્વચા તાજગીભરી બને છે.રાત્રે ખંજવાળ આવતી નથી સ્કિન સારી રહે છે.
રાત્રે સૂતા પહેલા ફેસ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ.રાત્રે સૂતા પહેલા એક ચમચી ચણાનો લોટ, હળદર, દૂધ મિક્સ કરીને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ધોઈ લો.
આ સહીત રાત્રે સૂતા પહેલા આંખોની આસપાસ ક્રીમ લગાવો અને મસાજ કરો જેનાથી આંખોની નીચે ડાર્ક સર્કલ થશે નહી આ સાથે જ પુરતી ઊંઘ પણ તેટલી જ જરુરી છે
રાત્રે સૂતા પહેલા ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું ભૂલશો નહીં.ત્વચામાં સુંદર ગ્લો આવશેરાત્રે સૂતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો તેનાથી તમારો ચહેરો સુંદર બનશે અને યોગ્ય રીતે નિખાર પણ આવશે.