Site icon Revoi.in

વરસાદમાં પણ રહેશે તમારી સુંદરતા બરકરાર –  બસ આ સિઝનમાં મેકઅક કરવા માટે અપનાવો ખાસ ટિપ્સ

Social Share

ચોમાસાની સિઝનમાં મેકઅપ કરીને બહાર નિકળવું એટલે ખૂબ જ મુશકેલ કામ, મનમાં સતત ડર રહે કે ક્યાક વરસાદ આવશે અને મેકઅપ ખરાબ થઈ જશે ત્યારે આવી સ્થિતિમાં મેકઅપ કરવા માટે ખાસ કાળજી લેવી જોઈએ, અને બને ત્યા સુધી વોટર પ્રુફ મેકઅપનો ઉપયોગ કરવાનું રાખવું જોઈએ, તો ચાલો જાણીએ મેકઅપની  કઈ વસ્તુને કઈ રીતે અપ્લાય કરવી જોઈએ

ફાઉન્ડેશન

બને ત્યાં સુધી ચોમાસા માં બહાર નીકળો ત્યારે ફાઉન્ડેશનનો ઉપયોગ ના કરો. ફાઉન્ડેશન વરસાદ માં સ્પ્રેડ થઇ જશે અને તમારો ચહેરો વધારે ખરાબ લાગશે માટે ફાઉન્ડેશન નો ઉપયોગ ન કરવો એજ હિતાવહ છે, અને જો કરવો હોઈ તો મેકઅપ સેટ સ્પ્રે ચોક્કસ લગાવવું.

પાવડર

ચોમાસા માં ભેજ વાળું વાતાવરણ હોવાને લીધે ચહેરા પર ચિકાસ તેમજ તેલ ઉપસી આવે છે તેને દૂર કરવા  હળવા પાઉડરનો ટચ તમે ચહેરા પર આપી શકો છો. વધારે પડતો પાઉડર પણ ન લગાડવો.જે પાણી લાગવોથી ઘોવાઈ શકે છે

મસ્કરા અને આઇલાઇનર

ગર્લ્સ તમે તો જાણો જ છો કે લાઈનર અને મસ્કરા પાછળ કેટલો ટાઈમ આપવો પડે છે તો જો તમે એવું ઈચ્છતા હોય કે તમારી મહેનત પાણીમાં ન જાય તો ખાસ કરીને વોટરપ્રૂફ અને ઉચ્ચ ગુણવત્તા વાળી મેકઅપ કીટ જ વાપરવી. બને ત્યાં સુધી લાઈનર અને મસ્કરા નો ઉપયોગ ન કરશો એના બદલે જો તમે ઈચ્છો તો કાજલ પેન્સિલ વડે લાઈનર કરી શકો છો એ જલ્દી ફેલાશે નહિ.

આઈશેડ અને બ્લશર

ચોમાસામાં બ્લશર અને આઈશેડ્સ માટે હળવા રંગોની જ પસંદગી કરો તેમજ એ ત્વચા સાથે મેળ ખાતા હોય એ પણ જરુરી છે . આ ઋતુ માં બ્લશર બને તેટલું આછું લગાવો.

આઇબ્રો

આઇબ્રો સારી લાગે માટે નિયમિત થ્રેડીંગ કરવો અને એને પ્રોપર શેપ અપાવતા રહો. ભૂલથી પણ ચોમાસા માં બહાર નીકળો ત્યારે આઇબ્રો પેન્સિલ નો ઉપોગ આઇબ્રો પર ન કરશો કેમકે જયારે એ વરસાદ માં ફેલાશે ત્યારે ખરાબ લાગશે .