- ભારતની એવી ઘણી જગ્યાઓ
- જ્યાં ગરમીની ઋતુમાં પણ થાય છે ઠંડીનો અહેસાસ
- જરૂરથી બનાવો અહીં ટ્રીપનો પ્લાન
ઉનાળાની શરૂઆત થનાર છે અને એવું જોવામાં આવ્યું છે કે,આ સમય દરમિયાન ટ્રીપ પર જવાનું તો દૂર ઘરની બહાર પણ લોકો નીકળતા નથી.જો તમે ક્યાંક ફરવા માંગતા હોવ તો ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં તમે ઉનાળામાં પણ ઠંડીનો અહેસાસ કરી શકો છો.
મનાલી: ભારતના સૌથી પ્રિય પર્યટન સ્થળોમાંનું એક, મનાલી આખા વર્ષ દરમિયાન હળવી ઠંડી અનુભવી શકાય છે.અહીંનું હવામાન અને પહાડોની સુંદરતા પ્રવાસીઓને મોહિત કરે છે.ઉનાળામાં તમે આ સ્થાન પર પ્રવાસનું આયોજન કરી શકો છો.
લદ્દાખઃ ઠંડા પ્રદેશમાં ફરવાની વાત આવે ત્યારે લદ્દાખને કેવી રીતે ભૂલી શકાય. હિમાલયની મધ્યમાં વસેલા લદ્દાખમાં તમને હવામાનમાં ઠંડક જોવા મળશે, સાથે જ એવા ઘણા અદ્ભુત નજારા પણ છે, જે તમને ખૂબ ગમશે. એવું કહેવાય છે કે,ઉનાળામાં આ જગ્યાની મુલાકાત લેવી બેસ્ટ છે.
સોનમર્ગઃ આ જગ્યાએ શિયાળામાં એટલી ઠંડી પડે છે કે,અહીં બરફની ચાદર પણ જામી જાય છે. જોકે, ઉનાળામાં અહીં હવામાન સામાન્ય હોય છે અને આ સમય દરમિયાન આ સ્થળ ફરવા માટે બેસ્ટ માનવામાં આવે છે.
લાચુન ગામઃ સિક્કિમમાં આવેલું લાચુન ગામ ઠંડા હવામાન સિવાય તેના સુંદર નજારા માટે ખૂબ જ પ્રખ્યાત છે.આ એક સરસ પર્યટન સ્થળ છે અને અહીં તમે પરિવાર સાથે યાદગાર પળોનો આનંદ માણી શકો છો.
સેલા પાસઃ આ બરફવાળો વિસ્તાર ફરવા માટે ખૂબ જ પસંદ છે. એવું કહેવાય છે કે આ સ્થળે બરફની પાતળી ચાદર આખું વર્ષ રહે છે.જો તમે તાજેતરમાં લગ્ન કર્યા છે, તો તમે તેને તમારું હનીમૂન ડેસ્ટિનેશન પણ બનાવી શકો છો.