પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા ઊભી થઈ હતી, પાણી માટે લોકોએ આંદોલનો પણ કરવા પડ્યા હતા. ત્યારે જિલ્લામાં મેઘરાજાનું આગમન થતાં જ લોકોમાં હરખની હેલી જોવા મળી હતી. જિલ્લાના અનેક વિસ્તારમાં રવિવારે વરસાદ વરસ્યો હતો. દાંતા અને પાલનપુર સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટા પડયા હતા. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા ગરમીથી લોકોને આંશિક રાહત મળી હતી. જિલ્લામાં રવિવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યાર બાદ પાલનપુર તેમજ દાંતા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. દાંતામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેને લઈ એક વૃક્ષ ધરાશાય થયું હતું.
બનાસકાંઠા જિલ્લામાં રવિવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવતા જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેમાં દાંતામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેને પગલે એક વૃક્ષ ધરાશાય થયું હતું. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક બાઈકની નજીક મોટું વૃક્ષ ઊભું છે અને ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આ વૃક્ષ રોડ વચ્ચે ધરાશાયી થયું હતું..
બનાસકાંઠા જિલ્લામાં ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ સર્જાયો હતો. દાતા અને પાલનપુર સહિતના વિસ્તારોમાં મેઘમહેર થતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જોકે, હજુ સુધી બનાસકાંઠા જિલ્લામાં વાવણી લાયક વરસાદ વરસ્યો નથી. જેથી ખેડૂતો વાવણીની રાહ જોઈ બેઠા છે. ગત વર્ષ દરમિયાન નહિવત વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ સામે આવી છે. ત્યારે આ વર્ષે ખેડૂતો સારા વરસાદની પ્રાર્થના કરી રહ્યા છે. આ વર્ષ સારુ નીવડે અને સારો વરસાદ આવે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. અત્યારે સમગ્ર જિલ્લામાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, જેથી ખેડૂતો સહિત જિલ્લાવાસીઓને સાર્વત્રિક વરસાદની આશા સેવાઈ રહી છે.