બિહાર: બેગુસરાયમાં દારૂડિયાએ ઈન્સપેક્ટરની હત્યા કરી, બુટલેગરો ભાગતી વખતે ગાડીથી ઈન્સપેક્ટર ખામસ ચૌધરીને કચડી નાખ્યા. જેમાં તેમનું મૃત્યું થયું અને એક હોમગાર્ડ સિપાહી બાલેશ્વર યાદવ ગંભીર રીતે ઘાયલ થયા છે. બનાવને પગલે પોલિસ વિભાગમાં ખળભળાટ મચી ગયું છે, માહિતી મળતા જ બેગુસરાયના એસપી ઘટના સ્થળે પહોંચી ગયા અને તપાસ શરૂ કરી. પોલિસે બુટલેગરોને પકડવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. બેગુસરાય એસપીએ બુટલેગરોને જલ્દી પકડવા સુચના આપી છે.
ભાગતી વખતે બુટલેગરોએ ઈન્સપેક્ટને કચડ્યાં
પોલિસ સુત્રો અનુસાર, નવકોઠી પોલિસને ગુપ્ત માહિતી મળી હતી કે એક કારમાં કોઈ વ્યક્તિ દારૂનો જથ્થો લઈ જાય છે. માહિતી અનુસાર ઈન્સપેક્ટર ખામસ ચૌધરીના નેતૃત્વમાં પોલિસ ટીમને કાર્યવાહી માટે મોકલાઈ. રાતના 12:30 વાગ્યા જેટલા સમયે કાર રોકવા માટે પોલિસની ગાડીને છતોના બુઢી ગંડક નદી પુલ પાસે લગાવી ઈન્સપેક્ટર ખામસ ચૌઘરી પોતાની ટીમ સાથે વાહનોનું ચેકિંગ શરૂ કર્યું. તે જ સમયે સામેથી આવી રહેલી કારને રોકવા પોલિસે પ્રયાસ કર્યો હતો, બીજી તરફ પોલિસને જોઈને બુટવેગરે ગાડી ઉભી રાખવાના બદવે ચેકિંગ કરી રહેલી પોલીસ ટીમ ઉપક વાહન ચડાવી દીધુ હતું. પોલીસ અધીકારી ખામસ ચૌધરી અને હોમગાર્ડ જવાનને ટક્કર મારી ચાલક ઘુમ સ્ટાઈલમાં કાર હંકારી ફરાર થયો હતો, આ ઘટનામાં પોલીસ અધિકારીને માથામાં ગંભીર ઈજા થતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. ઈજાગ્રસ્ત હોમગાર્ડ જવાનેને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. બુટલેગરે કારની ટક્કર મારીને પોલીસ અધિકારીની ઘાતકી હત્યા કરતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. તેમજ હત્યારા બુટલેગરને ઝડપી લેવા માટે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરીને સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટના અંગે પોલસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
(ફાઈલ ફોટો)