અમદાવાદઃ દેશભરમાં કોલસાની અછત ઊભી થઈ છે. તેની અસર ઓદ્યોગિક ઉત્પાદન પર પડી રહી છે. ગુજરાતમાં પણ કોલસાની તંગીના કારણે વીજળી ઉત્પાદન અને વિતરણમાં મુશ્કેલી ઉભી થઇ છે. એક તરફ કોલસો નથી અને બીજી બાજુ કુદરતી ગેસના વધી રહેલા ભાવથી વીજળી ખરીદવી મોંઘી પડે છે. રાજ્ય સરકારે ધુવારણના ગેસ બેઝ બે પાવર પ્લાન્ટ બધં કરી દીધા છે કારણ કે તેની મોંઘી વીજળી પોસાય તેમ નથી. ધુવારણના આ બન્ને પ્લાન્ટ 220 મેગાવોટ વીજળી આપતા હતા.
સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકારના ગેસ આધારિત 9 પાવર પ્લાન્ટની વીજ ઉત્પાદન ક્ષમતા 2490 મેગાવોટની છે, જેની સામે માત્ર 369 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરવામાં આવે છે. આમ તેના પ્લાન્ટ માંડ 14 ટકા ક્ષમતાએ જ વીજળી પેદા કરી રહ્યા છે, પરિણામે વીજળીનો યુનિટદીઠ ઉત્પાદન ખર્ચ ઊંચો જઈ રહ્યો છે. ધુવારણના બન્ને પ્લાન્ટની વીજળી મોંઘી પડે છે. સરકારે યુનિટીદીઠ 32 રૂપિયાનો ભાવ આપ્યો છે તેથી મહિને 72 કરોડ રૂપિયાનો બોજો પડી રહ્યો છે.
ગુજરાતમાં ગેસ આધારિત નવ વીજ ઉત્પાદન મથકોની કુલ ઉત્પાદન ક્ષમતા સામે માત્ર 14 ટકા ક્ષમતાએ જ વીજળી પેદા કરતાં હોવાથી તેનો ઉત્પાદન ખર્ચ ઊંચો આવે છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમટિડે આ કપનીઓ પાસેથી એપ્રિલ, મે અને જૂન 2021ના ત્રિમાસિક ગાળામાં યુનિટીદીઠ 32નો ભાવ આપીને 50 લાખ યુનિટ વીજળી ખરીદી હતી. આ વીજળીની ખરીદી માટે સરકારે યુઅલ કોસ્ટના3 કરોડ અને ફિકસડ કોસ્ટના 13 કરોડ ચૂકવ્યા હતા. વીજ ઉત્પાદન મથકો તેની પૂરતી ક્ષમતાએ ન ચાલતા હોવા છતાંય તેના કર્મચારીઓના પગારના ખર્ચનો બોજ, પ્લાન્ટ બનાવવા માટે લીધેલી લોનના વ્યાજનો ખર્ચ, પ્લાન્ટની જાળવણી કરવાનો ખર્ચ અને વહીવટી ખર્ચ ફિકસ કોસ્ટ ગણાય છે. આ ખર્ચનો બોજ આખરે ગ્રાહકોને માથે જ નાખવામાં આવે છે. પ્લાન્ટ લોડ ફેકટર ઓછો હોય તો વીજ ઉત્પાદન ખર્ચ વધારે આવે છે. ગુજરાતમાં ધુવારણના ત્રણ, ઉતરાણ, જીઆઇપીસીએલના ત્રણ, જીએસઇજીના બે અને એક પ્લાન્ટ જીએસપીસીનો છે. જીઆઇપીસીએલના બન્ને પ્લાન્ટમાંથી વાસ્તવિક ઉત્પાદન શૂન્ય છે, જ્યારે તેની ઉત્પાદન ક્ષમતા 145 અને 165 મેગાવોટની છે