- ભૂલભુલૈયા જેવો આ આલીશાન બંગલો
- ઇન્ડોર પૂલની સાથે હેલિપેડની સુવિધા
- મકાનની કિંમત અબજોમાં
આજના સમયમાં ઘર બનાવવું ખૂબ જ મોંધુ થઇ ગયું છે.શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘરોના ભાવ એટલા વધી ગયા છે કે,ત્યાં ઘર બનાવવું ખૂબ મુશ્કેલ બની ગયું છે.સામાન્ય માણસ માટે મોટા શહેરોમાં ઘર ખરીદવું એ તો વિચારની જ બહાર છે.પરંતુ અમીર માણસ કોઈ પણ જગ્યાએ ઘર ખરીદી શકે છે.દુનિયામાં એવા ઘણા મોટા મોટા બંગલો છે. પરંતુ બજેટ બહાર ખરીદવા મુશ્કેલ છે.ત્યારે આવા જ એક ઘરની આજકાલ ખૂબ ચર્ચા થઈ રહી છે, ઘરની અંદરનો નજારો અને સુવિધાઓ જોઈને તમે આશ્ચર્યચક્તિ થઇ જશો.
બિશપગેટ હાઉસ ખૂબ જ લક્ઝુરિયસ છે. અહીં તે સરે કાઉન્ટીના સૌથી મોંઘા ઘરોમાંનું એક છે.આ ઘર એટલું મોટું છે કે તે કોઈ ભુલભુલામણીથી ઓછું નથી લાગતું.આ આલીશાન ઘર એન્ગલફિલ્ડ ગ્રીનમાં વિન્ડસર કેસલથી ચાર માઈલ દૂર આવેલું છે.
અહેવાલ મુજબ,આ આલીશાન ઘર વર્ષ 2016માં ત્યારે ચર્ચામાં આવ્યું હતું, જ્યારે એક હાઈ-પ્રોફાઈલ છૂટાછેડાનો કેસ દુનિયાની નજરમાં આવ્યો હતો.ઘરના માલિકના મૃત્યુ પછી પરિવાર આ ઘર વેચવા માંગે છે, પરંતુ આ ઘર એટલું બધું મોટું છે કે તેને ખરીદવું દરેકના હાથમાં નથી.આ ઘર ખરીદવામાં મોટામાં મોટા અમીરોના પણ પરસેવા છુટી જાય છે.
આ ઘરની કિંમત લગભગ 4 અબજ, 96 કરોડ અને 54 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે,જ્યારે થોડા વર્ષો પહેલા તેની કિંમત 7 અબજ રૂપિયાથી વધુ રાખવામાં આવી હતી.એવામાં, કેટલાક લોકો માટે આ એક મોટી ડીલ લાગતી હતી, તેથી ઘરની કિંમતમાં ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે, લગભગ 3 અબજ રૂપિયાનું ડિસ્કાઉન્ટ.
આ આલીશાન ઘરની લંબાઈ અને પહોળાઈ લગભગ 33,264 ચોરસ ફૂટ હોવાનું કહેવાય છે.અહીં રહેવું એ સપનાના મહેલમાં રહેવાથી ઓછું નથી.આ ઘરની સુવિધાઓ વિશે તમને જણાવીએ કે, અહીં ઇન્ડોર પૂલની સાથે હેલિપેડની સુવિધા પણ છે.