- શંકાસ્પદ બાયોડિઝલ કેસમાં ટેન્કર જપ્ત કરાયું હતું
- LCB પોલીસે સ્થાનિક પોલીસને અંકલેશ્વર પોલીસને સોંપ્યું હતું
- પોલીસે આરોપીઓને ઝડપી લેવા કવાયત શરૂ
અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર બનાવોમાં વધારો થયો છે. બીજી તરફ સઘન પેટ્રોલીંગ અને વાહન ચેકીંગના પોલીસ દ્વારા દાવાઓ કરવામાં આવે છે. દરમિયાન અંકલેશ્વર પોલીસ સ્ટેશનના સંકુલમાંથી જ એક ટેન્કરની ચોરી થઈ હતી. પોલીસે આ ટેન્કર શંકાસ્પદ બાયોડીઝલ કેસમાં જપ્ત કરવામાં આવ્યું હતું. જો પોલીસ સ્ટેશન સંકુલમાંથી ટેન્કરની ચોરી થતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થયાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર વિસ્તારમાંથી ગત 18 ઓક્ટોબરે LCBની ટીમે શંકાસ્પદ બાયોડીઝલ ભરેલુ ટેન્કર ઝડપી પાડી રૂરલ પોલીસને સોંપ્યું હતું. દરમિયાન પોલીસ સંકુલમાંથી અજાણ્યા શખ્સોએ શંકાસ્પદ બાયોડીઝલ ભરેલુ ટેન્કર ચોરી થતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ પણ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. તેમજ સમગ્ર ઘટનાની માહિતી એકત્ર કરીને આરોપીઓને ઝડપી લેવા સૂચના આપી હતી. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.