Site icon Revoi.in

બોર ભલે કદમાં નાના હોય પણ તેના ફાયદા છે અનેક

Social Share

આ વિશ્વમાં જેટલી પણ વનસ્પતિ છે, જેટલો પણ ખોરાક છે તેને ફાયદાકારક છે અને યોગ્ય છે, પણ ત્યારે જ્યારે તેનો ઉપયોગ યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે. આવામાં એક છે બોર.. જો બોરનો શિયાળામાં ખાવામાં આવે તો તે શરીર માટે અનેક રીતે ઉપયોગી અને ફાયદાકારક સાબિત થઈ શકે છે.

જાણકારોના કહેવા અનુસાર વિટામિન સીથી ભરપૂર હોવાને કારણે બોરનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવાનો ખોરાક બની શકે છે. બોર ખાવાથી વિટામિન સી સારી માત્રામાં મળી શકે છે. રુજુતા દિવેકરના જણાવ્યા અનુસાર નારંગી કરતાં બોરમાં વધુ વિટામિન સી જોવા મળે છે અને તેથી જ તેને ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

જો આ ઉપરાંત બોરની વાત કરવામાં આવે તો બોરનું સેવન ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે અને બોરનું સેવન ત્વચાને સ્વસ્થ બનાવી શકે છે અને ગ્લોઈંગ સ્કીન માટેનો ખોરાક ચહેરા પર આવે છે અને રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે.

શિયાળાની ઋતુમાં આવતા ફળો અને શાકભાજીનું સેવન એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે, પરંતુ કેટલાક ખોરાક એવા છે જેના ફાયદા અને પોષક તત્ત્વો સંપૂર્ણ રીતે સમજી શકતા નથી અને તેના કારણે તેનું સેવન ઓછું થઈ જાય છે. આવું જ એક ફળ બોર છે. બોરને સામાન્ય રીતે ઓછું પૌષ્ટિક માનવામાં આવે છે અને લોકો તેના સેવનથી દૂર રહે છે કારણ કે ઘણા લોકોને બોર ખાધા પછી શરદી થાય છે.