થિયેટરો, મલ્ટિપ્લેક્સ ભલે ચાલુ થયાં પણ, હવે ગુજરાતી ફિલ્મો માટે ઓટીટી પ્લેટફોર્મનો ક્રેઝ વધ્યો
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાએ અનેક રોજગાર-ધંધાની દિશા બદલી નાખી છે. કોરોનાના કાળમાં લાંબા સમય સુધી થિયેટરો અને મલ્ટપ્લેક્સ બંધ રહ્યા બાદ હવે કોરોનાની ગાઈડ લાઈન સાથે ખોલવામાં આવ્યા છે. પણ હજુ પણ પ્રેક્ષકો સિનેમા જાવા આવતા નથી. બીજી બાજુ ઓટીટી પ્લેટફોર્મનો ક્રેઝ વધી ગયો છે.
માત્ર મનોરંજનનું સ્ત્રોત ન બનીને ઓટીટી લોકોને બહારની દુનિયાની ખુશી તેમજ સાંત્વના આપવામાં સફળ થયુ છે. હવે ગુજરાતી સિનેમા પણ પોતાના વિકસીત અવતાર માટે દર્શકો વચ્ચે ઝડપથી લોકપ્રિયતા મેળવી રહ્યું છે. ફિલ્મ નિર્માતા તેમજ પ્રોડયુસર્સને કન્ટેન સાથે પ્રયોગ ઉપરાંત યુવા પ્રતિભાઓને લોંચ કરવા માટે પણ આ પ્લેટફોર્મ ઉપયોગી બની રહ્યા છે.
ઓટીટી પ્લેટફોર્મના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ છેલ્લા બે વર્ષમાં અનુભવના આધારે આવતા બે થી પાંચ વર્ષમાં ગુજરાતી સામગ્રીનાં ઓટીટી પ્લેટફોર્મ પાંચ ગણા વિકસીત થવાની સંભાવના છે. કોરોના પુર્વે ગુજરાતી સિનેમાનું વાર્ષિક રોકાણ આશરે 200 કરોડ રૂપિયા હતું. જે આવતા પાંચેક વર્ષમાં 1000 કરોડ રૂપિયા સુધી પહોંચવાની આશા છે.
આ આંકડાથી સહમત થતા ગુજરાતી ફિલ્મોના એક નિર્દેશક અને નિર્માતાએ જણાવ્યું હતું કે અમે 2015 પછી ગુજરાતી સિનેમામાં એક મોટો બદલાવ જોવા મળ્યો છે. ફિલ્મોને સમીક્ષકોએ વખાણી છે. ઉપરાંત તેણે સારો વેપાર પણ કર્યો છે. ઓટીટી પ્લેટફોર્મ માટે વધુ કન્ટેન્ટ મળે છે. જેનાથી સબસ્ક્રાઈબર્સ વધવામાં ફાયદો થાય છે. જેમાંથી સારી કમાણી થઈ શકે છે. આ પ્લેટફોર્મ નિર્માતાઓને વિવિધ સામગ્રી સાથે પ્રયોગ કરવાની પણ છૂટ આપે છે. જેથી દરેક પ્રકારનાં ગ્રાહકો ખુશ થઈ શકે છે. ટુંક સમયમાં હજુ 3 ગુજરાતી ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર લોંચ કરવામાં આવશે. જેથી ઓડીયન્સ બેઝ વધશે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઈન્ડસ્ટ્રીઝ ફિલ્મ એન્ટરટેનમેન્ટ મીડીયા ઈવેન્ટનુ કમીટી પણ અભિનેતાઓથી લઈને નિર્માતા સુધી ગુજરાતી સિનેમાને વિકસવાની મદદ કરે છે.તેના અધ્યક્ષે કહ્યું કે કોવીડ પૂર્વે એક વર્ષમાં આશરે 100 ગુજરાતી ફિલ્મો બનાવી જે માટે 200 કરોડ ખર્ચ થતો પરંતુ કોરોના બાદ ઓટીટી પ્લેટફોર્મ ઝડપથી વિકાસ પામી રહ્યું છે.જેથી યુવાનો માટે વધુ સાર્થક સામગ્રી પેદા થવાની સંભાવના છે, હવે ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ પર વધુ સારૂ કન્ટેન્ટ મળી શકશે.
(PHOTO-FILE)