આજે પણ ઘણા લોકો બુધવારે દિકરીને ઘરેથી વળાવતા નથી- જાણો આમ કરવા પાછળનું કારણ
- બુધવારે દિકરીને ઘરેથી ન વળવાવા પાછળનું રહસ્ય
- બુધવારે બહેન ભાઈ અલગ નથી પડતા જાણો કારણ
ઘણી વખત તમે સાંભળ્યું હશે કે જ્યારે આપણી બહેન કે દિકરી ઘરે રહેવા આવે અને તે ફરી સાસરે જતી હોય ત્યારે આપણા વડિલો કહે છે આજે રોકાઈ જા આજે બુધવાર છે, બુધવારે પિતાના ઘરેથી ભઆઈની બહેન અલગ ન થી શકે, જો કે આની પાછળ ઘણી માન્યતાઓ સમાયેલી છે, જરુરી નથી કે દરેક લોકો આ વાતને માને છે અને જે માને છે તે તેનું પાલન પણ કરે છે, આ માત્ર એક સંયોગ છેતો ચાલો જાણીએ બુધવારે વિદાય ન આપવા પાછળનું ખાસ કારણ શું છે.
આજે પણ હિન્દુ સંસ્કૃતિ મુજબ આપણે દેરક કાર્. કરતા પહેલા શુભ મહૂર્ત કે ચોઘડીયાને માન આપીએ છીએ, લગ્ન કરતા વખતે કે પૂજા પાઠ કરતા પહેલા તેના માટે ચોક્કસ મૂહર્ત કઢાવીએ છીએ આજ રીતે દિકરીને બુધવારે વિદા ન કરવાનું આવું જ કંઈક કારણ છે.
જો કે બીજી પૌરાણિક માન્યતા પણ આ બાબતમાં રહેલી છે જે પ્રમાણે સ્ત્રીઓમાં ચંદ્ર ગ્રહનું વર્ચસ્વ હોય છે. બુધવારનો સંબંધ બુધ ગ્રહ સાથે છે. બુધ અને ચંદ્ર વચ્ચે શત્રુતાની લાગણી જોવા મળે છે. આ જ કારણ છે કે બુધવારે પરિણીત યુવતીને તેના સાસરે મોકલવામાં આવતી નથી.જો કે માત્ર આ બાબતે બુધવારને અપશુકનીયો ગણાય છે બાકી લેવડ દેવડની બાબતે બુધવારને શુભ માનવામાં આવે છે, સારા પૈસાના કાર્યો બુધવારે કરવાથી શાસ્ત્રો અનુસાર ફાયદો થાય છે.
શાસ્ત્રની માન્યતાઓ પ્રમાણે બુધવારે આપણે દિકરીને વીદા કરી શકતા નથી,એવું માનવામાં આવે છે કે આ દિવસે પુત્રીને વિદાય કરવાથી કંઈક ખરાબ થવાની શક્યતાઓ વધુ રહે છે,ખાસ કરીને દિકરીના ગયા બાદ તેનું અકસ્માત થવું કે કોઈ દૂર્ઘટના થવી એવો ભય રહેલો હોય છે. એક માન્યતા પ્રમાણે દીકરીના સાસરિયાઓ સાથેના સંબંધો પર પણ ગ્રહણ લાગી શકે છે.