Site icon Revoi.in

કોમ્પ્યુટર-માઉસને સ્પર્શ કરવાથી પણ થઈ શકે છે મંકીપોક્સ,યુએસ સરકારનો દાવો  

Social Share

દિલ્હી:અમેરિકી સરકારે દાવો કર્યો હતો કે,ઓફિસમાં કોમ્પ્યુટર-માઉસને સ્પર્શ કરવાથી પણ મંકીપોક્સ થઈ શકે છે.યુએસ બોડી ઓફ ડિસીઝ કંટ્રોલ (સીડીસી) દ્વારા નવા સંશોધનમાં પુરાવા મળ્યા છે કે,નિયમિત સેનિટાઇઝેશન પછી મંકીપોક્સ વાયરસ ઘરની સામાન્ય વસ્તુઓ પર ઘણા દિવસો સુધી જીવી શકે છે.CDC સંશોધકોએ અભ્યાસ માટે બે મંકીપોક્સ દર્દીઓના ઘરેલુ પરીક્ષણો કર્યા.

ઘરોની સપાટીને નિયમિતપણે સેનિટાઇઝ કરવામાં આવી હતી.દર્દીઓએ દિવસમાં ઘણી વખત હાથ ધોયા અને સ્નાન કર્યું.તેમ છતાં, 20 દિવસ પછી પણ 70 ટકા સપાટી પર મંકીપોક્સ જોવા મળ્યું હતું.ઘરના જે ભાગો અથવા વસ્તુઓ પર વાયરસ જોવા મળ્યો તેમાં સોફા, ધાબળા, કોફી મશીન, કોમ્પ્યુટર-માઉસ અને ઇલેક્ટ્રિકલ સ્વીચોનો સમાવેશ થાય છે.જો કે, સીડીસીએ સ્પષ્ટતા કરી હતી કે,આમાંની કોઈપણ વસ્તુ અથવા સપાટી પર કોઈ જીવંત વાયરસ જોવા મળ્યો નથી.

યુએસ આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંકીપોક્સથી સંક્રમિત લોકોને ઘરના પાલતુ પ્રાણીઓથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે.તેમણે કહ્યું કે પ્રાણીઓને વાયરસના સંક્રમણનું જોખમ હોઈ શકે છે.

અત્યાર સુધીમાં 92 દેશોમાં ફેલાયું સંક્રમણ

 આ છે તેના લક્ષણો

સીડીસી અનુસાર, મંકીપોક્સના લક્ષણો ચિકનપોક્સ જેવા જ છે.તે બહુ જોખમી નથી.તેના મુખ્ય લક્ષણોમાં માથાનો દુખાવો, તાવ, શરીરમાં દુખાવો અને પીઠનો દુખાવો, શરદી, થાક લાગવો, ચહેરા પર અને મોંની અંદર ફોલ્લાઓ અને હાથ અને પગ પર ફોલ્લીઓનો સમાવેશ થાય છે.